Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
८४
ગાથા : ૨૮
છઠ્ઠો કર્મગ્રંથ
સામાન્ય મનુષ્યનાં ૫ ઉદયસ્થાનક અને ૨૬૦૨ ઉદયભાંગા -
સામાન્ય મનુષ્યને સામાન્ય પં. તિર્યંચની જેમ જ ઉદયસ્થાનકો તથા ઉદયભાંગા હોય છે. પરંતુ તિર્યંચગતિને બદલે મનુષ્યગતિ આદિ યથાયોગ્ય પ્રકૃતિઓનો ફેરફાર સ્વયં જાણી લેવો તથા વૈક્રિયશરીરી અને આહારકશરીરી મનુષ્યોને મૂકીને સામાન્ય મનુષ્યોને ઉદ્યોતનો ઉદય હોતો નથી. વેકત્રિયસંગ, મોજૂ, ૩Mોવા મળ્યા
ત્તિ વા (ચૂર્ણિ ગાથા ૨૫), વૈજિયાહાર વસંયતીન મુન્દ્રા શેષમનુષ્યામુદ્યોતોમાવાન (શ્રી મલયગિરિજી કૃત સપ્તતિની ટીકા ગાથા ૨૭). આવા પ્રકારનાં વચનોના આધારે ૨૯ અને ૩૦ના ઉદયો ઉદ્યોત વિનાના કહેવા તથા ઉદ્યોતના ઉદયના અભાવે ૩૧નો ઉદય સંભવતો જ નથી. તેથી ગર્ભજ પર્યાપ્ત મનુષ્યોને ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ આમ પાંચ ઉદયસ્થાનકો છે અને તેના અનુક્રમે ૯૨૮૯-૫૭૬-૫૭૬-૧૧૫૨=૨૬૦૨ ઉદયભાંગા થાય છે. સંમૂર્છાિમ મનુષ્યો લબ્ધિ અપર્યાપ્તા જ હોવાથી તેઓને તથા ગર્ભજ અપર્યાપ્તાને ૨૧-૨૬ બે ઉદયસ્થાનક અને ૧-૧ એમ બે જ ઉદયભાંગા હોય છે. વૈક્રિયશરીરી મનુષ્યોને ૫ ઉદયસ્થાનક અને ૩૫ ઉદયભાગ -
વૈક્રિય મનુષ્યોને ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ આમ ૫ ઉદયસ્થાનક હોય છે. પ્રકૃતિઓ વૈ.તિ.ની જેમ જ હોય છે. ગતિ - આદિ પ્રકૃતિઓ યથાયોગ્ય ફેરવી લેવી. પ્રતિપક્ષી ૩ જ હોય છે. તેથી ૮ જ ઉદયભાંગા થાય છે. (૧) મનુષ્ય ગતિ | (૬) ઉપઘાત | (૧૧) સુભગ-દુર્ભગમાંથી ૧ પ્રતિપક્ષી ત્રણ (૨) પંચે. જાતિ | (૭) ત્રસ | (૧૨) આદેય-અનાદેયમાંથી ૧ પ્રકૃતિઓ (૩) વૈક્રિય શરીર | (૮) બાદર | (૧૩) યશ - અશમાંથી ૧ હોવાથી કુલ (૪) વૈક્રિય અંગો. | (૯) પર્યાપ્ત ૫ (૧૪ થી ૨૫) બાર ધ્રુવોદયી. ૮ ઉદયભાંગા (૫) સમચતુરસ્ત્ર | (૧૦) પ્રત્યેક
જાણવા. આ ર૫માં પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમેરતાં ર૭નો ઉદય, ત્રણ પ્રતિપક્ષી અને ૮ ઉદયભાંગા જાણવા. ૨૭માં ઉચ્છવાસ ઉમેરીએ તો પણ ૨૮ અને ઉદ્યોત ઉમેરીએ તો પણ ૨૮. એમ ૨૮નો ઉદય બે પ્રકારે હોય છે. ત્યાં ઉચ્છવાસવાળી ૨૮માં ત્રણ પ્રતિપક્ષી હોવાથી ૮ ઉદયભાંગા થાય છે. પરંતુ ઉદ્યોતવાળી ૨૮નો ઉદય માત્ર સાધુ-સંતોને જ હોય છે અને ત્યાં વિરતિના પ્રતાપે દુર્ભગ - અનાદેય અને અયશનો ઉદય હોતો નથી. સંજયા લૂમનનવિમો ૨ ૩તિત્તિ વફા (ચૂર્ણિ ગાથા ૨૫) તેથી ઉદ્યોતવાળી ૨૮માં ૧ ઉદયભાંગો થાય છે. આ રીતે ૨૮ના ઉદયે કુલ ૮ + ૧ = ૯ ઉદયભાંગા જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org