Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૮ ૨૭નો ઉદય હોય છે. સામાન્ય કેવલી પ્રભુને છએ સંસ્થાનનો ઉદય સંભવતો હોવાથી ૨૬ના ઉદયના ૬ ઉદયભાંગા થાય છે. પરંતુ તીર્થંકરપ્રભુને તો એક સમચતુરસ્ત્ર જ સંસ્થાન હોવાથી ૨૭ના ઉદયનો ૧ જ ઉદયભાંગો થાય છે. કેવલી સમુઠ્ઠાતના ૧૮મા સમયે તથા શરીરસ્થ અવસ્થાના શેષ તમામ કાલમાં પરાઘાત-વિહાયોગતિઉચ્છવાસ અને સ્વર આમ ચાર પ્રકૃતિઓનો ઉદય વધારે હોવાથી ૨૬-૨૭ને બદલે ૩૦-૩૧નો ઉદય હોય છે. તેમાં સામાન્ય કેવલી પ્રભુને સંસ્થાન-વિહાયોગતિ અને સ્વર આ ત્રણ પ્રતિપક્ષીપણે ઉદયમાં હોઈ શકે છે. તેથી ૬x૨*૨=૨૪ ઉદયભાંગા ૩૦ના ઉદયે થાય છે. પરંતુ તીર્થકર પ્રભુને સમચતુરસ્ત્ર, શુભવિહાયોગતિ અને સુસ્વરનો જ ઉદય હોવાથી ૩૧ના ઉદયે ૧ જ ઉદયભાંગો થાય છે.
આ ૩૦ - ૩૧ના ઉદયમાંથી યોગનિરોધ કાલે વચનયોગનો નિરોધ કરતાં સ્વરનો ઉદય ટળી જતાં બંને કેવલી પ્રભુને અનુક્રમે ર૯ - ૩૦નો ઉદય થાય છે. ત્યાં સ્વર ન હોવાથી ર૯ના ઉદયે સામાન્ય કેવલીને (સંસ્થાન અને વિહાયોગતિ પ્રતિપક્ષી ઉદયમાં હોવાથી ૬ X ૨ = ૧૨) બાર ઉદયભાંગા થાય છે. પરંતુ તીર્થંકરપ્રભુને બધી જ પ્રકૃતિઓ શુભ હોવાથી ૩૦ના ઉદયે ૧ ભાંગો થાય છે. તેમાંથી પણ જ્યારે ઉચ્છવાસનો નિરોધ થાય છે ત્યારે ૨૮ - ૨૯નો ઉદય થાય છે. તેમાં સામાન્ય કેવલી પ્રભુને ૨૮ના ઉદયે પૂર્વની જેમ ૧૨ અને તીર્થંકર પ્રભુને ર૯ના ઉદયે ૧ ઉદયભાંગો હોય છે.'
(૧) અહીં સામાન્ય કેવલી પ્રભુને ૨૯ - ૨૮ના ઉદયે સંસ્થાન ૬ અને વિહાયોગતિ ૨ ના પરસ્પર ગુણાકારથી ૧૨ ઉદયભાંગા કહ્યા. પરંતુ સિત્તરીની ગાથા ૨૫ની ચૂર્ણિમાં તથા પૂ. અભયદેવસૂરિકૃત સપ્તતિકાભાષ્યની ગાથા ૧૧૮ - ૧૧૯માં સામાન્યકેવલીને ૨૮ - ૨૯ ઉદયે માત્ર સંસ્થાન આશ્રયી ૬ જ ઉદયભાંગા કહ્યા છે. વિહાયોગતિથી ગુણીને ૧૨ ભાંગા કહ્યા નથી. આ બાબતનો વધારે કોઈ ખુલાસો ચૂર્ણિમાં કરેલો નથી. પરંતુ સપ્તતિકાભાષ્યની પૂ. મેરૂતુંગાચાર્યજીકૃત ટીકામાં સ્પષ્ટ ખુલાસો કર્યો છે.
ચૂર્ણિનો પાઠ આ પ્રમાણે છે - તિર્થંકર વનિ તીલો વટ્ટમાળ તો કરે निरुद्धे एगूणतीसा भवइ । तओ उसासे निरुद्धे अट्ठावीसा भवइ । एत्थच्छभंगा संठाणेहिं । ते सामण्णोदयगहणेहिं गहिया ।
સપ્તતિકાભાષ્યની ટીકાનો પાઠ આ પ્રમાણે છે - સામાવતિનસ્વિંશ વર્તમાની स्वरे रुद्धे सत्येकोनत्रिंशद् भवति, अत्र षड्भिः संस्थानैः षड् भङ्गाः स्युः । परं प्रागुक्तादेव
તો સાથેનો તત વીડિBવિંશતિ, મત્રા િપક્ષ પ્રવિ ન પાનીયા: I તથા આ જ ટીકામાં આવો પાઠ આપ્યા પછી પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો સામાન્ય કેવલીને ૩૦ના ઉદયમાં ૨૪ ઉદયભાંગા કહો છો. તો તેમાંથી સ્વર માત્રનો નિરોધ થવાથી ર૯ના ઉદયમાં અને ઉચ્છવાસનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org