Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૬
ગાથા : ૨૮
છઠ્ઠો કર્મગ્રંથ
કહેવાય છે. તેથી તે કાલે ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, સંઘયણ - સંસ્થાન - ઉપઘાત - પ્રત્યેક આદિ શરીર સંબંધી પ્રકૃતિઓનો ઉદય હોતો નથી. તથા ૨ - ૬ - ૭ આ ત્રણ સમયમાં આત્માનો બહુભાગ ઔદારિકમાં અને બહુભાગ બહાર હોવાથી ઔદારિક અને કાર્પણ એ બંનેનો મિશ્ર એટલે ઔદારિકમિશ્ર કાયયોગ હોય છે. ત્યાં શરીર - અંગોપાંગ આદિ ૬ પ્રકૃતિઓ ઉદયમાં વધારે હોય છે. પરંતુ પરાઘાત વિહાયોગતિ - ઉચ્છવાસ અને સ્વરનો ઉદય હોતો નથી અને ૧ - ૮ સમયે તથા કેવલી સમુદ્દાત સિવાયના તેરમા ગુણઠાણાના સઘળા કાલમાં ઔદારિક શરીરસ્થ આત્માને સામાન્ય મનુષ્યની જેમ સંભવતી સર્વે પ્રકૃતિઓનો ઉદય હોય છે. સામાન્ય કેવલીને ૩૦ અને તીર્થંકર કેવલીને ૩૧. ફક્ત તેરમા ગુણઠાણાના છેડે યોગનિરોધ કરતાં વચનયોગનો નિરોધ કરે ત્યારે સ્વરનો અને ઉચ્છવાસનો નિરોધ કરે ત્યારે ઉચ્છ્વાસ નામકર્મનો ઉદય અટકી જાય છે અને અયોગી કેવલી પરમાત્માને શરીર સાથે સંબંધ ન હોવાથી શરીર સંબંધી પ્રવૃત્તિ ન હોવાના કારણે તેના સંબંધી બધી જ પ્રકૃતિઓનો ઉદય અટકી જાય છે. ફક્ત જીવવિપાકી ૮ - ૯ પ્રકૃતિઓનો જ ઉદય હોય છે. હવે આપણે કેવલી ભગવાનનાં ઉદયસ્થાનક અને તેના ઉદયભાંગા જોઇએ
-
૨૦ - ૨૧
૨૬
૨૭
૨૮ ૨૯ ૩૦
૩૧ ૮ - ૯ આમ
કુલ ૧૦ ઉદયસ્થાનક બંને પ્રકારના કેવલીને આશ્રયી હોય છે. તેમાંથી સામાન્ય
૨૬
૨૮
૨૯ ૩૦ ૮ આમ ૬ અને તીર્થંકર
કેવલીપ્રભુને ૨૦ કેવલીપ્રભુને ૨૧ ૨૭ - ૨૯ - ૩૦ - ૩૧ - ૯ આમ ૬ ઉદયસ્થાન હોય છે. ૨૯ અને ૩૦નું ઉદયસ્થાન બંને કેવલી પ્રભુને હોય છે. તેથી કુલ દશ જ ઉદયસ્થાન થાય છે. વધારે વિગત આ પ્રમાણે છે.
-
-
Jain Education International
-
-
-
–
સામાન્ય મનુષ્યને વિગ્રહગતિમાં જે ૨૧નો ઉદય છે. તેમાંથી ૧ મનુષ્યાનુપૂર્વી બાદ કરીને બાકીની તે જ ૨૦ પ્રકૃતિઓ (પ્રતિપક્ષી અશુભ વિનાની) સામાન્ય કેવલી પ્રભુને કેવલી સમુદ્દાતના ૩-૪-૫ સમયે હોય છે. કારણ કે તે સમયોમાં માત્ર કાર્પણ કાયયોગ જ છે. (૧) મનુષ્ય ગતિ, (૨) પંચેન્દ્રિય જાતિ, (૩) ત્રસ, (૪) બાદર, (૫) પર્યાપ્ત, (૬) સૌભાગ્ય, (૭) આદેય, (૮) યશ અને ૧૨ ધ્રુવોદયી કુલ ૨૦નો ઉદય હોય છે. તેમાં બધી જ પ્રકૃતિઓ શુભ હોવાથી ૧ ઉદયભાંગો થાય છે. તીર્થંકર પ્રભુને કેવલી સમુદ્દાતના આ જ ૩-૪-૫ સમયે એક તીર્થંકર નામકર્મનો ઉદય અધિક હોવાથી ૨૧નો ઉદય થાય છે. અને તેનો પણ ૧ ઉદયભાંગો હોય છે.
કેવલી સમુદ્દાતના ૨ ૬ ૭ સમયે ઔદારિકમિશ્ર કાયયોગ હોવાથી ઉપરોક્ત ૨૦ - ૨૧માં ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, વજૠષભ નારાચ સંઘયણ, એક સંસ્થાન, ઉપઘાત અને પ્રત્યેક આ છ પ્રકૃતિઓનો ઉદય વધવાથી ૨૬
-
-
For Private & Personal Use Only
www.jainelibrary.org