Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
७८
ગાથા : ૨૮
છઠ્ઠો કર્મગ્રંથ છે. સપ્તતિકાની ચૂર્ણિમાં ગાથા ૨૫માં કહ્યું છે કે - “તેરાય-વારાફસાહારનવી સ્થિત્તિ સાd' તેથી ત્યાં પ્રતિપક્ષી કોઈ ન હોવાથી અને શરીર વૈક્રિય હોવાથી ૨૪ના ઉદયનો ૧ ભાંગો જુદો ગણાય છે. આ પ્રમાણે ૨૪ના ઉદયે એકેન્દ્રિય જીવોને વૈક્રિય વાયુકાયના ૧ ભાંગા સાથે કુલ ૧૧ ઉદયભાંગ હોય છે.
૨પનો ઉદય આ ર૪ના ઉદયમાં શરીર પર્યામિએ પર્યાપ્તાને પરાઘાત નામકર્મનો ઉદય ઉમેરવાથી થાય છે. પ્રતિપક્ષીમાં પર્યાપ્તા-અપર્યાપ્ત બેમાંથી ફક્ત ૧ પર્યાપ્ત નામકર્મનો જ ઉદય હોય છે. કારણ કે પરાઘાતનો ઉદય પર્યાપ્તા જીવને જ થાય છે. તેથી ર૪ના ઉદયમાં જે ૧૦+૧=૧૧ ઉદયભાંગા હતા. તેમાંથી અપર્યાપ્ત નામના ઉદયવાળા ચાર ભાંગા દૂર કરીને પર્યાપ્તાના ઉદયવાળા બાકીના ૬+૧=૭ ઉદયભાંગા ૨પના ઉદયે હોય છે. (૧) બાદર - પર્યાપ્ત - પ્રત્યેક યશ. |(૫) સૂક્ષ્મ - પર્યાપ્ત - પ્રત્યેક અયશ. (૨) બાદર - પર્યાપ્ત - પ્રત્યેક અયશ. (૬) સૂમ - પર્યાપ્ત - સાધારણ અયશ. (૩) બાદર - પર્યાપ્ત - સાધારણ યશ. (૭) વૈક્રિય વાયુકાયનો ૧ ભાંગો. (૪) બાદર - પર્યાપ્ત - સાધારણ અયશ.
૨૬નો ઉદય ૨૫માં ઉચ્છવાસ મેળવવાથી પણ થાય તથા ઉચ્છવાસના અનુદયે ઉદ્યોતના ઉદયથી પણ થાય છે. અને ઉચ્છવાસના અનુયે આતપના ઉદયથી પણ ર૬નો ઉદય થાય છે. આમ ર૬નો ઉદય ત્રણ પ્રકારે છે. જ્યારે ઉચ્છવાસ સાથે ર૬નો ઉદય લઈએ ત્યારે ૨૫ના ઉદયમાં લખેલા વૈક્રિય વાયુકાય સાથે જે ૭ ભાંગા છે. તે જ ૭ ભાંગા ઉચ્છવાસ સાથે ૨૬માં હોય છે. ઉચ્છવાસના અનુદયે ઉદ્યોતનો ઉદય જ્યારે હોય છે. ત્યારે તે ઉદ્યોતનો ઉદય બાદરને જ માત્ર હોય છે. સૂર્મને ઉદ્યોતનો ઉદય હોતો નથી તથા પૃથ્વી - અમ્ - વનસ્પતિને જ હોય છે. તેઉ - વાયુને નહીં. તેથી ઉપરોક્ત ૭માંથી પ્રથમના બાદરના ઉદયવાળા ૪ જ ભાંગા ઘટે છે. તથા ઉચ્છવાસ અને ઉદ્યોતના અનુદયે આતપનો ઉદય જો થયો હોય તો ૭માંનો પહેલો અને બીજો એમ ૨ જ ભાંગા હોય છે. કારણ કે આપનો ઉદય બાદર - પર્યાપ્તા - પ્રત્યેક એવા પૃથ્વીકાયને જ હોય છે. ત્યાં સાધારણ કે સૂક્ષ્મનો ઉદય સંભવતો નથી. આ પ્રમાણે ઉચ્છવાસ સાથે ર૬ના ૭, ઉદ્યોત સાથે ર૬ના ૪ અને આતપ સાથે ર૬ના ૨ એમ કુલ ૧૩ ઉદયભાંગા ર૬ના ઉદયે થાય છે.
ઉચ્છવાસના ઉદય પૂર્વક ર૬નો ઉદય થયા પછી જો ઉદ્યોત અથવા આતપનો ઉદય થાય તો ર૭નો ઉદય બને છે અને ત્યાં ર૬માં કહ્યા મુજબ જ ઉદ્યોત સાથે ૪ અને આતપ સાથે ૨૭ના ૨ એમ ૬ ઉદયભાંગા થાય છે. આ રીતે ૨૧ - ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org