Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૮ અને તેના અનુક્રમે ૩ - ૩ - ૨ - ૪ - ૬ - ૪ = ૨૨ ઉદયભાંગા જાણવા. તે જ પ્રમાણે તે ઇન્દ્રિય જીવોને અને ચઉરિન્દ્રિય જીવોને પણ છ - છ ઉદયસ્થાનો અને ૨૨ - ૨૨ ઉદયભાંગા જાણવા. તેથી વિક્લેન્દ્રિયના ઉદયભાંગા સાથે ગણતાં અનુક્રમે ૯ - ૯ - ૬ - ૧૨ - ૧૮ - ૧૨ મળીને કુલ ૬૬ ઉદયભાંગા થાય છે. શાસ્ત્રાનુસારે આ ઉદયભાંગા જોતાં નીચેના નિયમો ફલિત થાય છે - (૧) બેઈન્દ્રિયાદિ જીવો, સ્વતંત્ર એક એક શરીરવાલા અને સ્કૂલ શરીરવાળા હોવાથી
પ્રત્યેક અને બાદરનો જ ઉદય હોય છે. સાધારણ અને સૂક્ષ્મનો નહીં. (૨) વિક્લેન્દ્રિય જીવોમાં અશુભ વિહાયોગતિ, દુર્ભગ - અનાદેય વગેરે અશુભ
પ્રકૃતિઓનો જ ઉદય હોય છે. (૩) પ્રતિપક્ષીમાં સુસ્વર - દુઃસ્વર અને યશ - અયશનો ઉદય હોઈ શકે છે.
સામાન્ય પં. તિર્યંચને ૬ ઉદયસ્થાનક અને ૪૯૦૬ ઉદયભાંગા
સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના જીવોને વિક્લેન્દ્રિયના જીવોની જેમ જ ૨૧-૨૬૨૮-૨૯-૩૦-૩૧ એમ ૬ ઉદયસ્થાનક હોય છે. માત્ર પ્રતિપક્ષી ઘણી પ્રકૃતિઓનો ઉદય સંભવતો હોવાથી ઉદયભાંગાઓ વધારે જાણવા. ૨૧ના ઉદયમાં સૌભાગ્ય - દૌર્ભાગ્ય, આદેય-અનાદેય અને યશ-અયશ એમ ૩ પ્રતિપક્ષી પર્યાપ્તની સાથે છે. તેથી તેના ૮ ભાંગા થાય છે અને અપર્યાપ્તને બધી જ અશુભ ઉદયમાં હોવાથી ૧ ભાંગો થાય છે. કુલ ૯ ભાગ ૨૧ના ઉદયે હોઈ શકે છે. ૨૧ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. (૧) તિર્યંચગતિ |(૪) ત્રસ
| (૭) સી.દો. માંથી એક | (૨) પંચેન્દ્રિય જાતિ(૫) બાદર
(૮) આદે.અના. માંથી એક (૩) તિર્યંચાનુપૂર્વી (૬) પર્યાપ્ત-અપર્યાપ્તમાંથી એક | (૯) યશ-અશમાંથી એક |
ઉપરોક્ત ૯ તથા ૧૨ ધૃવોદયી. એમ ૨૧.
૨૬ના ઉદયે પર્યાપ્તની સાથે ૬ સંઘયણ, ૬ સંસ્થાન, સૌભાગ્ય - દૌર્ભાગ્ય, આદેય - અનાદેય અને યશ - અયશ પ્રતિપક્ષીપણે ઉદયમાં આવતી હોવાથી પરસ્પરના ગુણાકારથી ૬ x ૬ x ૨ x ૨ x ૨ = ૨૮૮ ઉદયભાંગા થાય છે તથા અપર્યાપ્તની સાથે બધી જ અશુભ પ્રકૃતિઓ ઉદયમાં હોવાથી ૧ ભાંગો થાય છે. કુલ ૨૮૯ ઉદયભાંગા ર૬ના ઉદયના જાણવા. આ ર૬માં પરાઘાત અને શુભ કે અશુભ વિહાયોગતિ મેળવતાં ૨૮નો ઉદય થાય છે. ત્યાં પર્યાપ્ત જીવો જ હોય છે. અપર્યાપ્ત નહીં. તેથી ઉપરોક્ત પ્રતિપક્ષીના જે ૨૮૮ ઉદયભાંગા છે તેને જ બે વિહાયોગતિ સાથે જોડતાં પ૭૬ ઉદયભાંગા ૨૮ના ઉદયમાં થાય છે. અહીં ૨૮ના ઉદયે અપર્યાપ્ત જીવો હોતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org