Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૨૮
છઠ્ઠો કર્મગ્રંથ એકેન્દ્રિય પ્રાયોગ્ય ૫ ઉદયસ્થાનક - ૪૨ ઉદયભાંગા –
વિગ્રહગતિમાં વર્તતા એકેન્દ્રિય જીવોને ૧ તિર્યંચગતિ, (૨) એકેન્દ્રિય જાતિ, (૩) તિર્યંચાનુપૂર્વી, (૪) સ્થાવર, (૫) બાદર-સૂક્ષ્મમાંથી એક, (૬) પર્યાપ્તઅપર્યાપમાંથી એક, (૭) દર્ભાગ્ય, (૮) અનાદેય, (૯) યશ-અપયશમાંથી એક તથા ઉપરોક્ત ૧૨ ધ્રુવોદયી એમ ૨૧ પ્રકૃતિઓનો ઉદય હોય છે. અહીં બાદર-સૂમ, પર્યાપ્ત-અપર્યાપ્ત અને યશ-અપયશ એમ ૩ પ્રકૃતિઓ પ્રતિપક્ષી છે. તેથી બંધમાં સ્થિર-અસ્થિરાદિ ૩ પ્રતિપક્ષીના ૮ ભાંગા જેમ કર્યા હતા. તેમ અહીં ઉદયમાં પણ ૩ પ્રતિપક્ષી હોવાથી ૮ ભાંગા થવા જોઈએ. પરંતુ સૂમ નામકર્મની સાથે તથા અપર્યાપ્ત નામકર્મની સાથે યશ નામકર્મનો ઉદય હોતો નથી. સપ્તતિકા (સિત્તરી)ની ૨૫મી ગાથાની ચૂર્ણિમાં કહ્યું છે કે “સહુનેvi પગરખા ય સ૬ ગત્તિ ૩ો નOિ' તેથી ૮ ને બદલે પ ભાંગા જ થાય છે -
૧ બાદર પર્યાપ્ત સાથે યશ ૩ બાદર અપર્યાપ્ત સાથે અયશ. ૨ બાદર પર્યાપ્ત સાથે અયશ ૪ સૂકમ પર્યાપ્ત સાથે અયશ.
૫ સૂક્ષ્મ અપર્યાપ્ત સાથે અયશ. આ ૨૧નો ઉદય અને તેના પાંચ ઉદયભાંગ વિગ્રહગતિમાં વર્તતા એકેન્દ્રિય જીવોને હોય છે. બાદર એકેન્દ્રિયને બાદરનો ઉદય, સૂક્ષ્મકેન્દ્રિયને સૂક્ષ્મનો ઉદય, પર્યાર્મિકેન્દ્રિયને પર્યાપ્તનો ઉદય અને અપર્યાઔકેન્દ્રિયને અપર્યાપ્ત નામકર્મનો ઉદય સમજવો. આગળ આગળ પણ આમ સમજી લેવું.
વિગ્રહગતિ સમાપ્ત કરીને જીવ જ્યારે ઉત્પત્તિસ્થાનમાં પહોંચે છે ત્યારે આનુપૂર્વી નામકર્મનો ઉદય અટકી ગયેલ હોવાથી તેના વિના અને ભવધારણીય શરીરને યોગ્ય ઔદા. શરીર, હુડકસંસ્થાન, ઉપઘાત અને પ્રત્યેક - સાધારણમાંથી એક એમ ૪ પ્રકૃતિઓનો ઉદય વધતાં ઉત્પત્તિસ્થાનના પ્રથમ સમયથી જ આ એકેન્દ્રિય જીવોને ૨૪નો ઉદય શરૂ થાય છે. ૨૧ના ઉદયમાં જે ૩ પ્રતિપક્ષી પ્રવૃતિઓ હતી અને તેના કારણે તેના ૫ ઉદયભાંગા થતા હતા તે પાંચે ભાંગા ર૪ના ઉદયમાં પ્રત્યેક સાથે જોડતાં અને સાધારણ સાથે જોડતાં ૧૦ ઉદયભાંગા ર૪ના ઉદયમાં થાય છે તથા વાયુકાયના જીવો ઔદારિક શરીરની અપેક્ષાએ સર્વપર્યાપ્તિએ પર્યાપ્તા ભલે થયા હોય અને તેથી ૨૫ - ૨૬ના ઉદયને પામી ચૂક્યા હોય તો પણ વંટોળીયા આદિ રૂપે જ્યારે મહાવાયું પણે વૈક્રિયશરીરની રચના કરે છે ત્યારે વૈક્રિયશરીર સંબંધી પોતાના ભવની ચારે પર્યાસિઓ ફરીથી કરવી પડે છે ત્યારે પ્રથમની ત્રણ પર્યાપ્તિ સુધી આ જ ૨૪ ઉદયસ્થાનક હોય છે. પરંતુ તેમાં ઔદારિક શરીરને બદલે વૈક્રિય શરીરનો ઉદય હોય છે તથા બાદર વાયુકાયનો ભવ હોવાથી બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-અપયશનો જ ઉદય હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org