Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૮
૭૫
વિવેચન - આ ગાથા પૂ. ચિરંતનાચાર્યકૃત મૂલ સપ્તતિકા (સિત્તરી) ગ્રંથની નથી. પરંતુ અભયદેવસૂરિ રચિત ‘સપ્તતિકા ભાષ્ય'ની ૮૦મી ગાથા છે. અહીં પ્રક્ષેપ કરાયેલી ગાથા છે. પૂર્વે જણાવેલી ૨૬મી ગાથાના વિવેચનમાં આ ગાથાનો અર્થ ઘણા જ વિસ્તારથી સમજાવ્યો છે. તેને અનુસારે આ ગાથામાં આઠે બંધસ્થાનકોમાં કુલ કેટલા કેટલા બંધભાંગા થયા ? તેનો સરવાળો કરીને અંકસંખ્યા જ માત્ર જણાવેલી છે. અમે આ જ વાત ૨૬મી ગાથાના અંતે ચિત્રમાં જણાવેલી જ છે. ૨૩ના બંધે કુલ ૪ બંધભાંગા, ૨૫ના બંધે કુલ ૨૫ બંધભાંગા, ૨૬ના બંધે કુલ ૧૬ બંધભાંગા, ૨૮ના બંધે કુલ ૯ બંધભાંગા, ૨૯ના બંધે કુલ ૯૨૪૮ બંધભાંગા, ૩૦ના બંધે કુલ ૪૬૪૧ બંધભાંગા અને ૩૧ તથા ૧ના બંધે એક એક બંધભાંગા છે. આમ મળીને નામકર્મના કુલ ૧૩૯૪૫ બંધભાંગા થાય છે. || ૨૭ ॥
હવે નામકર્મનાં ઉદયસ્થાનકો જણાવે છે -
वीसिगवीसा चउवीसगा, उ एगाहिया य इगतीसा । યકાળા િમલે, નવ અટ્ટુ ય હૈંતિ નામÆ ।। ૨૮ ।।
विंशतिरेकविंशतिश्चतुर्विंशत्याद्येकाधिकाश्चैकत्रिंशत् ।
૩૫સ્થાનાનિ લેવુ:, નવાણૈ = નાદ્ન: ૫ ૨૮ ॥
ગાથાર્થ - ૨૦, ૨૧, ૨૪થી આગળ એક એક અધિક કરતાં ૩૧ સુધી તથા ૯ અને ૮ એમ નામકર્મનાં કુલ ૧૨ ઉદયસ્થાનો છે. ॥ ૨૮ ॥
વિવેચન - હવે નામકર્મનાં ઉદયસ્થાનક સમજાવાય છે. જે જે ભવ વર્તતો હોય તે તે ભવને યોગ્ય નામકર્મની પ્રકૃતિઓ ઉદયમાં વર્તે છે. પ્રતિપક્ષી પ્રકૃતિઓના ઉદયના આધારે ઉદયભાંગા થાય છે. અહીં જે જીવો લબ્ધિ અપર્યાપ્તા હોય (પોતાના ભવને ઉચિત પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પહેલાં જ નિયમા મૃત્યુ જ પામવાના હોય) તેવા જીવોને જ અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે અને જે જીવો લબ્ધિ પર્યાપ્તા હોય તે જીવોને (કરણ અપર્યાપ્તા હોય તો પણ) નિયમા પર્યાપ્ત નામકર્મનો જ ઉદય હોય છે. દેવ - નારકીના જીવો ૧૦,૦૦૦ વર્ષના આયુષ્યવાળા હોવાથી નિયમા લબ્ધિ પર્યાપ્તા જ હોય છે. માત્ર એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય - પં. તિર્યંચ અને મનુષ્યો જ લબ્ધિ અપર્યાપ્ત પણ હોય છે તથા લબ્ધિ પર્યાપ્ત પણ હોય છે.
ઉદયસ્થાનકો સમજવા માટે જેમાં જેમાં જુદી જુદી પ્રકૃતિઓ ઉદયમાં આવે છે તેનો ભેદ સમજવા માટે મહાત્મા પુરુષોએ જીવોના ૧૦ પ્રકાર પાડ્યા છે. તે વિગતવાર આ પ્રમાણે છે તથા તેઓમાં ઉદયસ્થાનકો આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org