Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૨૮
છઠ્ઠો કર્મગ્રંથ ૧ એકેન્દ્રિય જીવો : ૨૧-૨૪-૨૫-૨૬-૨૭
એમ ૫ ઉદયસ્થાનો. ૨ વિક્લેન્દ્રિય જીવો ઃ ૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧
એમ ૬ ઉદયસ્થાનો. ૩ સામાન્ય પંચેન્દ્રિયતિ. : ૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧
એમ ૬ ઉદયસ્થાનો. ૪ વૈક્રિય પંચે. તિર્ય. : ૨૫-૨૭-૨૮-૨૯-૩૦
એમ ૫ ઉદયસ્થાનો. ૫ સામાન્ય મનુષ્ય : ૨૧-૨૬-૨૮-૨૯-૩૦
એમ ૫ ઉદયસ્થાનો. ૬ વૈક્રિય મનુષ્ય : ૨૫-૨૭-૨૮-૨૯-૩૦
એમ ૫ ઉદયસ્થાનો. ૭ આહારક મનુષ્ય : ૨૫-૨૭-૨૮-૨૯-૩૦
એમ ૫ ઉદયસ્થાનો. ૮ કેવલીમનુષ્ય : ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯-૮ એમ ૧૦ઉદયસ્થાનો. : ૨૧-૨૫-૨૭-૨૮-૨૯-૩૦
એમ ૬ ઉદયસ્થાનો. ૧૦ નારકો [: ૨૧-૨૫-૨૭-૨૮-૨૯
એમ ૫ ઉદયસ્થાનો. દરેક સંસારી જીવોને એકભવથી મૃત્યુ પામીને બીજા ભવમાં જતાં વચ્ચેની વિગ્રહગતિમાં ભવયોગ્ય શરીરાદિ નહીં હોવાથી ઓછામાં ઓછી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે અને તે ર૧ પ્રકૃતિઓ હોય છે. પરભવમાં પહોંચ્યા પછી આહાર - શરીર - ઇન્દ્રિય વગેરે પર્યાપ્તિઓ જેમ જેમ પૂર્ણ થાય છે તેમ તેમ તે તે પ્રકૃતિઓનો ઉદય વધતાં પછી પછીનાં ઉદયસ્થાનકો આવે છે. લબ્ધિ પર્યાપ્તાને પૂર્વે કહેલાં તે તે સર્વે ઉદયસ્થાનકો હોય છે. પરંતુ લબ્ધિ અપર્યાપ્તાને પરાઘાત - ઉચ્છવાસ - સ્વર વગેરે પ્રકૃતિઓનો ઉદય ન થવાના કારણે પોત પોતાનાં ઉદયસ્થાનોમાંથી પ્રથમનાં બે જ ઉદયસ્થાનો હોય છે. હવે વિગતવાર પ્રકૃતિઓ આપણે જોઈએ -
નિર્માણ-સ્થિર-અસ્થિર-અગુરુલઘુ-શુભ-અશુભ-તૈજસ-કાશ્મણ-વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ ૧૨ પ્રકૃતિઓ ધ્રુવોદયી હોવાથી સંસારમાં સર્વદા સર્વે જીવોને ઉદયમાં હોય છે. તે વારંવાર લખાશે નહીં. ફક્ત “બાર ધ્રુવોદયી” આટલું જ લખાશે.
બંધની જેમ ઉદયમાં પણ કેટલાક નિયમો સમજવા જરૂરી છે. તે નિયમો આ પ્રમાણે છે. (૧) સૂક્ષ્મ અને અપર્યાપ્તા સાથે યશનો ઉદય હોતો નથી. (૨) પૃથ્વી - અમ્ - તેલ - વાયુ અને ત્રસને સાધારણ નામકર્મનો ઉદય હોતો
નથી. તથા તેઉ - વાયુને યશનો ઉદય પણ હોતો નથી.
પરાઘાત - ઉચ્છવાસ આદિનો ઉદય પર્યાપ્તાને જ હોય છે. અપર્યાપ્તાને નહીં. (૪) આતપનો ઉદય બાદર પર્યાપ્ત પૃથ્વીકાયને જ હોય છે. તેથી ત્યાં સૂમ -
અપર્યાપ્ત અને સાધારણ નામકર્મનો ઉદય ન હોય. (૫) ઉદ્યોતનો ઉદય બાદર - પૃથ્વીકાય - અપકાય - વનસ્પતિકાય તથા બેઈજિયાદિ
જીવોને હોય છે. ત્યાં સૂમનો ઉદય ન હોય. (૬) તેઉકાય - વાયુકાયને આતપ - ઉદ્યોતનો ઉદય ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org