Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૬ (૧) બાદર - પર્યાપ્ત પ્રત્યેક સ્થિર શુભ યશ. (૨) બાદર - પર્યાપ્ત પ્રત્યેક સ્થિર શુભ અયશ. (૩) બાદર - પર્યાપ્ત પ્રત્યેક સ્થિર અશુભ યશ. (૪) બાદર - પર્યાપ્ત પ્રત્યેક સ્થિર અશુભ અયશ. (૫) બાદર - પર્યાપ્ત પ્રત્યેક અસ્થિર શુભ યશ. (૬) બાદર - પર્યાપ્ત પ્રત્યેક અસ્થિર શુભ અયશ. (૭) બાદર - પર્યાપ્ત પ્રત્યેક અસ્થિર અશુભ યશ. (૮) બાદર - પર્યાપ્ત પ્રત્યેક અસ્થિર અશુભ અયશ.
બાદર પર્યાપ્તા પ્રત્યેકની સાથે ઉપરોક્ત જે ૮ ભાંગા થાય છે. તેમાંથી બાદર પર્યાપ્ત સાધારણ બંધાય ત્યારે તથા સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક બંધાય ત્યારે અને સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણ બંધાય ત્યારે યશ નામકર્મવાળા ૧, ૩, ૫, ૭ નંબરના ભાંગા કાઢીને બાકીના ૨, ૪, ૬, ૮ નંબરના ચાર-ચાર ભાંગા જ બંધાય છે. કારણ કે સૂક્ષ્મ અને સાધારણ બંધાય ત્યારે યશ નામકર્મ બંધાતું નથી. આ પ્રમાણે હોવાથી ર૫ના બાંધે -
બાદર- પર્યાપ્ત પ્રત્યેક સાથે ૮ બંધભાંગા. યશ-અયશવાળા. બાદર- પર્યાપ્ત સાધારણ સાથે ૪ બંધભાંગા. ફક્ત અયશવાળા. સૂમ- પર્યાપ્ત પ્રત્યેક સાથે
૪ બંધભાંગા. ફક્ત અયશવાળા. સૂક્ષ્મ- પર્યાપ્ત સાધારણ સાથે ૪ બંધભાંગા. ફક્ત અયશવાળા. આ પ્રમાણે ૨૫ના બંધે એકેન્દ્રિય પ્રાયોગ્ય કુલ ૨૦ બંધમાંગા થાય છે.
બાદર - પર્યાપ્તા - પ્રત્યેકવાળા ૮ ભાંગાને બાંધનાર મિથ્યાષ્ટિ એવા એકે. વિક્લ. પં. તિર્યંચો, મનુષ્યો અને ઇશાન સુધીના દેવો જાણવા. પરંતુ શેષ ૧૨ ભાંગાને બાંધનાર દેવ વિના મિથ્યાદૃષ્ટિ-તિર્યંચ-મનુષ્ય એકે. વિક. માત્ર જ જાણવા.
પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૬નો બંધ, ૧૬ બંધભાંગા - ઉપરોક્ત પરાઘાત-ઉચ્છવાસ સાથેની ૨૫ પ્રકૃતિના બંધમાં ઉદ્યોત અથવા આતપ નામકર્મ ઉમેરવાથી ર૬નો બંધ થાય છે. તેમાં બાદર-પર્યાપ્ત-પ્રત્યેક જ બંધાય છે. પણ સૂક્ષ્મ-અપર્યાપ્ત કે સાધારણ નામકર્મ બંધાતું નથી. માત્ર સ્થિર-અસ્થિર, શુભ- અશુભ અને યશ-અયશ આ ત્રણ જ પ્રતિપક્ષી પ્રકૃતિઓ બંધાય છે. તેમાં ૨૫ના બંધમાં જણાવ્યા પ્રમાણે ૮ બંધભાંગા થાય છે. તે આઠ ભાંગા ઉદ્યોતના બંધ સાથે પણ થાય છે અને આપના બંધ સાથે પણ થાય છે. તેથી ર૬ના બંધે કુલ ૮+૮=૧૬ બંધભાંગા થાય છે. આ ૨૬નો બંધ કરનારા મિથ્યાષ્ટિ એવા એકે. વિકલે. પં. તિર્યચ, મનુષ્ય અને ઈશાનાન્ત દેવો જાણવા. આ પ્રમાણે ૨૩ના બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org