Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૪
ગાથા : ૧૯
છટ્ટો કર્મગ્રંથ બંધે પ્રારંભકાલમાં કષાય અને વેદ એમ બે પ્રકૃતિનું ઉદયસ્થાનક અને ૪ × ૩ = ૧૨ ઉદયભાંગા હોય છે. વેદનો ઉદય અટક્યા પછી પાછલા કાલમાં કેવલ એકલા કષાયનો ઉદય અને તેના એટલે કે ૧ના ઉદયના ૪ ઉદયભાંગા થાય છે. આમ અન્ય આચાર્યો માને છે. આ મતે બે પ્રકૃતિનો ઉદય પાંચના બંધે તથા ચારના બંધે એમ બન્ને બંધે હોવાથી ૧૨ + ૧૨ મળીને કુલ ૨૪ ઉદયભાંગા બેના ઉદયના થાય છે. ૨૪ ભાંગા થવાથી ૨ ઉદયપદ પણ ગણાય છે. ગ્રંથકારના મતે તો ચારના બંધે એક કષાયનો જ ઉદય હોય છે અને તેના ૪ જ ઉદયભાંગા થાય છે. ચારના બંધે ગ્રંથકારશ્રીના મતે એકોદયના ૪ ઉદયભાંગા અને અન્ય આચાર્યોના મતે પ્રારંભકાલમાં દ્વિકોદયના ૧૨ ભાંગા અને પાછલા કાલમાં એકોદયના ૪ ભાંગા એમ કુલ ૧૬ ઉદયભાંગા થાય છે.
નવમા ગુણસ્થાનકના બીજા ભાગના ચરમ સમયે સંજ્વલન ક્રોધનો બંધવિચ્છેદ તથા ઉદયવિચ્છેદ થવાથી ત્રીજા ભાગે સં. માન માયા અને લોભ એમ ૩નું બંધસ્થાનક હોય છે. ૧ સંજ્વલન કષાયનો ઉદય હોય છે. પરંતુ ક્રોધનો ઉદય વિચ્છેદ થયેલ હોવાથી માન - માયા અને લોભના ઉદયના ત્રણ જ ઉદયભાંગા થાય છે. આ જ રીતે ત્રીજા ભાગના છેડે સં. માનનો બંધ તથા ઉદય વિચ્છેદ થતો હોવાથી ચોથા ભાગે બેનો બંધ, એકનો ઉદય. અને તેના માયાનો ઉદય અથવા લોભનો ઉદય એમ બે ઉદયભાંગા હોય છે. ચોથા ભાગના છેલ્લા સમયે સં. માયાનો પણ બંધવિચ્છેદ તથા ઉદયવિચ્છેદ થવાથી પાંચમા ભાગે ૧નો બંધ, ૧ સં. લોભનો જ ઉદય હોય છે. ઉદયમાં પ્રતિપક્ષી કોઇ ન હોવાથી ૧ ઉદયભાંગો જાણવો.
નવમાના ચરમ સમયે લોભનો બંધવિચ્છેદ થાય છે. પરંતુ ઉદયવિચ્છેદ થતો નથી. કારણ કે નવમે બાદર લોભનો જ ઉદય અટકે છે. સૂક્ષ્મ કીટ્ટી રૂપે કરાયેલો લોભ ૧૦મા ગુણઠાણે ઉદયમાં વર્તે છે તથા લોભની સત્તા પણ વર્તે છે. તેથી બંધના અભાવે દસમા ગુણઠાણે ૧નો (સં. સૂક્ષ્મલોભનો) ઉદય અને ૧ની (સં. લોભની) સત્તા હોય છે તથા અગિયારમા ગુણસ્થાનકે બંધ તથા ઉદયનો સંપૂર્ણ વિચ્છેદ થવા છતાં ઉપશમશ્રેણી હોવાથી મોહનીયકર્મને ઉપશમાવીને જીવ ત્યાં આવેલ હોવાથી ૨૮
-
૨૪ ૨૧ની સત્તા હોય છે અને ૧૨મા ગુણઠાણે મોહનો બંધ, ઉદય તથા સત્તા, એમ ત્રણે હોતાં નથી. જો કે બંધસ્થાનક તથા ઉદયસ્થાનકની સાથે સત્તાસ્થાનક કહેવા સ્વરૂપ સંવેધનું આ વિધાન ચાલી રહ્યું છે. તેવા પ્રસંગે કેવલ એકલી સત્તાનું કથન કરવું તે ઉપયોગી નથી. તો પણ પ્રસંગાનુસાર ગ્રંથકારશ્રીએ તેનું કથન અહીં કરેલું છે. ચિત્ર આ પ્રમાણે છે
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org