Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૧
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૩-૨૪ ૧૭નો બંધ ત્રીજે - ચોથે ગુણઠાણે હોય છે. બે જ બંધભાગ છે. ૬ - ૭ - ૮ - ૯ એમ ચાર ઉદયસ્થાનક છે. અનુક્રમે ૧ - ૪ - ૫ - ૨ = ૧૨ ઉદયચોવીસી છે. ૨૮૮ ઉદયભાંગા વગેરે હોય છે. તેમાં ૨૮ - ૨૭ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ એમ કુલ ૬ સત્તાસ્થાનક છે. મોહનીયની સર્વે પ્રકૃતિઓ જેને સત્તામાં છે. અર્થાત્ ત્રિપુંજીકરણ કર્યું છે અને કોઈ દર્શનમોહનીયાદિનો ક્ષય કે ઉર્વલના કરી નથી તેવા જીવને ૨૮ની સત્તા હોય છે. પહેલા ગુણસ્થાનકે જઈ સમ્યકત્વમોહનીયની ઉદ્ગલના કરીને મિશ્રમોહનીયનો ઉદય થવાથી ત્રીજે ગુણઠાણે આવનારા જીવને ૨૭ની સત્તા હોય છે. અનંતાનુબંધી ચાર કષાયોની વિસંયોજના અથવા ક્ષય કરનારા સમ્યગ્દષ્ટિને તથા વિસંયોજના કરીને મિશ્રે આવેલા જીવને ૨૪ની સત્તા હોય છે. ચોથે ગુણઠાણે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતા જીવને અનંતાનુબંધીનો ક્ષય કર્યા પછી મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરવાથી ર૩ની સત્તા, મિશ્ર મોહનીયનો ક્ષય કરવાથી ૨૨ની સત્તા અને સમ્યકત્વ મોહનીયનો ક્ષય કરવાથી ર૧ની સત્તા હોય છે.
૧૭ના બંધે કુલ ૧૨ ચોવીસી છે. તેમાં ૪ ચોવીસી મિશ્રમોહનીયના ઉદયવાળી છે. જે મિશ્રગુણઠાણે જ સંભવે છે. તેમાં ૨૮- ૨૭ - ૨૪ એમ ત્રણ સત્તાસ્થાન ઘટે છે. ક્ષાયિક સમ્યકત્વ પામતાં જે સત્તાસ્થાનક આવે છે. તે ૨૩ - ૨૨ - ૨૧ ત્યાં મિત્રે સંભવતાં નથી તથા ચોથા ગુણઠાણે જે સમ્યકત્વ મોહનીયના ઉદય વિનાની ૪ ચોવીસી છે. તે ઉપશમસમ્યકત્વી અને ક્ષાયિકસમ્યકત્વને જ હોય છે. તેથી ઉપશમસમ્યકત્વને ૨૮ - ૨૪ અને ક્ષાયિકસમ્યકત્વને ૨૧ એમ કુલ ૩ સત્તાસ્થાનો જ હોય છે. ક્ષાયિક પામતાં જે સત્તાસ્થાનો આવે છે તે ૨૩ - ૨૨ અને મિશ્ર જ માત્ર આવનાર ૨૭ એમ ૩ સત્તાસ્થાનક ત્યાં (ઉપશમ અને ક્ષાયિકમાં) હોતાં નથી તથા સમ્યકત્વ મોહનીયના ઉદયવાળી જે ૪ ચોવીસી છે, તેમાં ક્ષાયિક પામવાનો પ્રારંભ થાય છે. તેથી ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ આ ચાર સત્તાસ્થાનક હોય છે. આ રીતે મિશ્રમોહનીયના ઉદયવાળામાં ૨૮ - ૨૭ - ૨૪, સમ્યકત્વમોહનીયના ઉદયવાળામાં ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ અને ઉપશમ - ક્ષાયિકવાળામાં ૨૮ - ૨૪ - ૨૧ની સત્તા હોય છે. આટલું ધ્યાન રાખીને હવે નીચેનું ચિત્ર જુઓ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org