Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૩-૨૪
૫૩
સત્તરના બંધે, તેરના બંધે અને હવે કહેવાતા ના બંધે ૨૮ની સત્તા ઔપમિક સમ્યક્ત્વીને અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વીને એમ બન્નેને હોય છે. ૨૪ની સત્તા ક્ષાયોપશમિક સમ્યક્ત્વીને અનંતાનુબંધી ૪ કષાયોની વિસંયોજના અથવા ક્ષય કર્યા પછી અને ઔપમિક સમ્યક્ત્વીને અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી હોય છે. ૨૩ અને ૨૨ની સત્તા ક્ષાયોપશમિક સમ્યક્ત્વીને જ ક્ષાયિક પામતાં હોય છે. ત્યાં ૨૩ની સત્તા મનુષ્યગતિમાં જ ઘટે, અને ૨૨ની સત્તા પણ પ્રધાનતાએ મનુષ્યગતિમાં જ ઘટે, પણ છેલ્લો ગ્રાસ (અંતર્મુહૂર્ત માત્ર સ્થિતિને) વેદતો મનુષ્ય મૃત્યુ પામીને ચારે ગતિમાં પણ જાય છે એટલે તેટલો કાલ ચારે ગતિમાં પણ ૨૨ની સત્તા હોય છે. ૨૧ની સત્તા માત્ર ક્ષાયિકસમ્યક્ત્વીને જ હોય છે અને તે ચારે ગતિમાં હોઇ શકે છે. કારણ કે ક્ષાયિક સમ્યક્ત્વ પામવાનો પ્રારંભ મનુષ્ય જ કરી શકે છે. પરંતુ ક્ષાયિકની પૂર્ણાહુતિ ચારે ગતિમાં જીવ કરી શકે છે. આ રીતે ચોથે ગુણઠાણે ૨૮ અને ૨૪ની સત્તા ચારે ગતિમાં હોય છે તથા પાંચમે તિર્યંચ-મનુષ્યમાં જ હોય છે. તથા ૬ થી ૧૧ ગુણસ્થાનકમાં મનુષ્ય જ હોય છે. ૨૩ની સત્તા ક્ષાયિક પામતા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યને જ ૪ થી ૭ ગુણસ્થાનકમાં હોય છે. ૨૨ની સત્તા સં. વર્ષના આયુષ્યવાળા મનુષ્યને ૪ થી ૭ ગુણસ્થાનકે તથા ચરમ ગ્રાસે મરીને થયેલા દેવ-નારકી અને અસં. વર્ષવાળા યુગલિક તિર્યંચ-મનુષ્યને ચોથે ગુણઠાણે હોય છે અને ૨૧ની સત્તા દેવ-નારકી, યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યને ચોથે ગુણઠાણે તથા અયુગલિક મનુષ્યને ૪ થી ૧૧ સુધીના ગુણસ્થાનકોમાં હોય છે.
તેરના બંધે સમ્યક્ત્વમોહનીયના ઉદયવાળી ૪ ચોવીસી છે. તેમાં ૨૮-૨૪૨૩-૨૨ આમ ચાર ચાર સત્તાસ્થાનક હોય છે અને સમ્યક્ત્વમોહનીયના ઉદયવિનાની ઔપમિક અને ક્ષાયિકને જ સંભવે એવી ચાર ચોવીસીમાં ૨૮-૨૪-૨૧ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનક હોય છે. તેમાં પણ ૨૮ અને ૨૪ની સત્તા દેશવિરતિધર તિર્યંચો અને દેશવિરતિધર મનુષ્યોને ઔપશમિક અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળાને હોય છે. તેથી આઠે ચોવીસીમાં ૨૮-૨૪ની સત્તા હોય છે. ૨૩ની સત્તા ક્ષાયિક પામતા ક્ષાયોપમિક સમ્યક્ત્વવાળા સંખ્યાત વર્ષાયુષ્યવાળા મનુષ્ય માત્રને જ હોય છે. તેથી સમકિત મોહનીયના ઉદયવાળી ૪ ચોવીસીમાં જ ૨૩ની સત્તા હોય છે. ૨૨ની સત્તા પાંચમા ગુણઠાણે ક્ષાયિક પામતા ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળા સંખ્યાતવર્ષાયુષ્યવાળા મનુષ્યમાત્રને જ હોય છે. કારણ કે દેવ-નારકી, અસંખ્યાતવર્ષાયુષ્યવાળા તિર્યંચમનુષ્યને ચરમગ્રાસ વેદતાં વેદતાં ત્યાં ગયેલા જીવને આશ્રયી ૨૨ની સત્તા સંભવે છે. પરંતુ ત્યાં પાંચમું ગુણસ્થાનક નથી. માટે પાંચમે ગુણઠાણે ૨૨ની સત્તા સંખ્યાતવર્ષાયુવાળા મનુષ્યને જ હોય છે. ૨૧ની સત્તા પણ પાંચમે ગુણઠાણે ક્ષાયિક પામેલા સંખ્યાત વર્ષાયુષ્યવાળા મનુષ્યને જ હોય છે. દેવ-નારકી-અસંખ્યાત વર્ષાયુષ્યવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org