Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ૬ ગાથા : ૨૩-૨૪
છઠ્ઠો કર્મગ્રંથ નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે પાંચનો બંધ અને બીજા ભાગે ચાર સંવલન કષાયનો બંધ બન્ને શ્રેણીમાં હોય છે. પ્રતિપક્ષી પ્રવૃતિઓનો બંધ ન હોવાથી એક એક બંધભાંગો હોય છે. પહેલા ભાગે વેદ+કષાય એમ બે પ્રકૃતિનું ૧ ઉદયસ્થાનક હોય છે. તેના ૩૪૪=૧૨ ઉદયભાંગા હોય છે. અને બન્ને શ્રેણીમાં થઈને ૨૮-૨૪-૨૧૧૩-૧૨-૧૧ એમ કુલ ૬ સત્તાસ્થાનક હોય છે. ત્યાં ઉપશમશ્રેણીમાં ઉપશાન્ત કષાયવાળાને ૨૮, અનંતાનુબંધીના વિસંયોજકને ૨૪, આમ ઉ. શ્રેણીમાં ઉપશમ સમ્યકત્વીને બે સત્તાસ્થાન હોય છે અને ક્ષાયિકસભ્યત્વે ઉપશમ શ્રેણી માંડનારને ૨૧ની સત્તા હોય છે. તેથી ઉપશમશ્રેણીમાં ૨૮-૨૪-૨૧ કુલ ૩ સત્તાસ્થાક પાંચના બંધે, ચારના બંધે, ત્રણના બંધે, બેના બંધે, એકના બંધે, અબંધે (સૂક્ષ્મસંપરાયે) અને ઉપશાન્તમોહે સર્વત્ર હોય છે. ઉપશમશ્રેણીમાં આગળ આગળ કષાયોનો ઉપશમ કરાય છે. પણ ક્ષય કરાતો નથી. તેથી બંધ અને ઉદયમાંથી કષાયો નીકળી જાય છે. પરંતુ સત્તામાંથી પ્રકૃતિઓ ઓછી થતી નથી. સર્વત્ર ૨૮-૨૪-૨૧ની સત્તા જ હોય છે.
ક્ષપકશ્રેણીમાં ક્ષાયિકસમ્યકત્વી જીવ જ પ્રારંભક હોવાથી પ્રારંભથી જ ૨૧ની સત્તા હોય છે. જ્યાં સુધી આઠ કષાયોનો ક્ષય ન કરે ત્યાં સુધી આ ૨૧ની સત્તા હોય છે. આઠ કષાયોનો ક્ષય કરે ત્યારે ૧૩ની સત્તા અને ત્યારબાદ પુરુષવેદે, સ્ત્રીવેદે અને નપુંસકવેદે ક્ષપકશ્રેણી માંડનારને આશ્રયી જુદી જુદી સત્તા આવે છે. તે આ પ્રમાણે
પુરુષવેદે ક્ષપકશ્રેણી માંડનારને આઠ કષાયનો ક્ષય ન થાય ત્યાં સુધી ૨૧ની સત્તા, આઠ કષાયોનો ક્ષય થયા પછી ૧૩ની સત્તા, તેમાંથી નપુંસકવેદનો ક્ષય થાય ત્યારે ૧૨ની સત્તા અને ત્યારબાદ સ્ત્રીવેદનો ક્ષય થાય ત્યારે ૧૧ની સત્તા પાંચના બંધ હોય છે. પાંચના બંધમાંથી નવમાના પ્રથમભાગે જેવો પુરુષવેદનો બંધ વિચ્છેદ થાય છે તે જ સમયે હાસ્યષકનો ક્ષય થતો હોવાથી (૫) પાંચ પ્રકૃતિની સત્તા થાય છે. પરંતુ પુરુષવેદનો બંધવિચ્છેદ થયેલ હોવાથી તે પની સત્તા ચારના બંધે ગણાય છે અને બે સમયગૂન બે આવલિકાકાલે તેમાંથી પુરુષવેદની સત્તા પણ ક્ષીણ થાય છે. એટલે તેટલા કાલ પછી ચારના બંધે ચારની સત્તા પુરુષવેદી જીવને ક્ષપકશ્રેણીમાં આવે છે.
સ્ત્રીવેદે ક્ષપકશ્રેણી માંડનારને આઠ કષાયોનો ક્ષય ન થાય ત્યાં સુધી ૨૧ની સત્તા, આઠ કષાયોનો ક્ષય થયા પછી ૧૩ની સત્તા અને તેમાંથી નપુંસકવેદનો ક્ષય થયા પછી ૧૨ની સત્તા પાંચના બંધ હોય છે. ત્યારબાદ જેવો સ્ત્રીવેદનો ક્ષય થાય છે તેવો જ પુરુષવેદનો બંધ વિચ્છેદ થાય છે. તેથી ૧૧ની સત્તા આવે છે. પણ બંધ ચારનો થઈ જાય છે એટલે ૧૧ ની સત્તા ચારના બંધે સંભવે છે. ત્યારબાદ હાસ્યષક અને પુરુષવેદની સત્તા એકીસાથે ક્ષય પામે છે તેથી ૪ના બંધે ચારની સત્તા થાય છે. પાંચના બંધે ૨૧-૧૩-૧૨ અને ચારના બંધે ૧૧-૪ની સત્તા સ્ત્રીવેદી જીવને ક્ષપકશ્રેણીમાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org