Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૫
૫૯
ત્રણના બંધ | બેના બંધ | એકના બંધે | | ઉપશમ શ્રેણીમાં ૨૮-૨૪-૨૧ | ૨૮-૨૪-૨૧ | ૨૮-૨૪-૨૧| | Hપક શ્રેણીમાં | ૪-૩ | ૩-૨ | ૨-૧ |
આ પ્રમાણે ૫ - ૪ના બંધે ૬ - ૬ અને ૭ - ૨ - ૧ના બંધે ૫ - ૫ સત્તાસ્થાનો થાય છે તથા દસમા ગુણઠાણે બંધ નથી. ઉદય એક સૂમ લોભનો છે. એક ઉદયભાંગો છે. ત્યાં ઉપશમશ્રેણીમાં ૨૮ - ૨૪ - ૨૧ એમ ૩ સત્તાસ્થાનો પૂર્વની જેમ છે અને ક્ષપકશ્રેણીમાં માત્ર એક સૂક્ષ્મલોભની જ સત્તા હોય છે. આ રીતે બન્ને શ્રેણીમાં થઈને અબંધે દસમે ગુણઠાણે ૨૮ - ૨૪ - ૨૧ - ૧ એમ કુલ ૪ સત્તાસ્થાનક છે તથા અગિયારમા ગુણસ્થાનકે માત્ર ઉપશમશ્રેણી જ હોવાથી ૨૮ - ૨૪ - ૨૧ એમ ત્રણ જ સત્તાસ્થાનકો સંભવે છે. ક્ષપકશ્રેણીમાં જ આવનારાં સત્તાસ્થાનો ત્યાં હોતાં નથી. બારમા - તેરમા અને ચૌદમા ગુણઠાણે મોહનીયકર્મ સંબંધી બંધ - ઉદય કે સત્તા કંઈ જ હોતું નથી. હવે પછીની ગાથામાં મોહનીયકર્મનો ઉપસંહાર કરે છે. તે ૨૪ ||
दस नव पन्नरसाइं, बन्धोदयसन्तपयडिठाणाणि । भणिआणि मोहणिजे, इत्तो नामं परं वोच्छं ।। २५ ।। दश, नव, पञ्चदश, बन्धोदयसत्प्रकृतिस्थानानि ।। भणितानि मोहनीये, अतो नाम परं वक्ष्ये ॥ २५ ॥
ગાથાર્થ - મોહનીયકર્મનાં ૧૦ બંધસ્થાનક, ૯ ઉદયસ્થાનક અને ૧૫ સત્તાસ્થાનકો ઘણા જ વિસ્તારથી કહ્યાં. હવે અહીંથી આગળ નામકર્મ કહીશું. // ૨૫ /
વિવેચન - ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, ૧ આમ કુલ ૧૦ બંધસ્થાનકો તથા તેના અનુક્રમે ૬ - ૪ - ૨ - ૨ - ૨ - ૧ - ૧ - ૧ - ૧ - ૧ = ૨૧ બંધભાંગા કહ્યા તથા ૧૦ - ૯ - ૮ - ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧ આમ ૯ ઉદયસ્થાનક, તેના ઉદયભાંગા, ઉદયપદો અને પદવૃંદો સમજાવ્યાં તથા ૨૮ - ૨૭ - ૨૬ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ - ૧૨ - ૧૧ - ૫ - ૪ - ૩ - ૨ - ૧ = કુલ ૧૫ સત્તાસ્થાનો કહ્યાં તથા તે ત્રણેનો પરસ્પર સંવેધ સમજાવ્યો. હવે અમે નામકર્મ કહીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org