SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૨૫ ૫૯ ત્રણના બંધ | બેના બંધ | એકના બંધે | | ઉપશમ શ્રેણીમાં ૨૮-૨૪-૨૧ | ૨૮-૨૪-૨૧ | ૨૮-૨૪-૨૧| | Hપક શ્રેણીમાં | ૪-૩ | ૩-૨ | ૨-૧ | આ પ્રમાણે ૫ - ૪ના બંધે ૬ - ૬ અને ૭ - ૨ - ૧ના બંધે ૫ - ૫ સત્તાસ્થાનો થાય છે તથા દસમા ગુણઠાણે બંધ નથી. ઉદય એક સૂમ લોભનો છે. એક ઉદયભાંગો છે. ત્યાં ઉપશમશ્રેણીમાં ૨૮ - ૨૪ - ૨૧ એમ ૩ સત્તાસ્થાનો પૂર્વની જેમ છે અને ક્ષપકશ્રેણીમાં માત્ર એક સૂક્ષ્મલોભની જ સત્તા હોય છે. આ રીતે બન્ને શ્રેણીમાં થઈને અબંધે દસમે ગુણઠાણે ૨૮ - ૨૪ - ૨૧ - ૧ એમ કુલ ૪ સત્તાસ્થાનક છે તથા અગિયારમા ગુણસ્થાનકે માત્ર ઉપશમશ્રેણી જ હોવાથી ૨૮ - ૨૪ - ૨૧ એમ ત્રણ જ સત્તાસ્થાનકો સંભવે છે. ક્ષપકશ્રેણીમાં જ આવનારાં સત્તાસ્થાનો ત્યાં હોતાં નથી. બારમા - તેરમા અને ચૌદમા ગુણઠાણે મોહનીયકર્મ સંબંધી બંધ - ઉદય કે સત્તા કંઈ જ હોતું નથી. હવે પછીની ગાથામાં મોહનીયકર્મનો ઉપસંહાર કરે છે. તે ૨૪ || दस नव पन्नरसाइं, बन्धोदयसन्तपयडिठाणाणि । भणिआणि मोहणिजे, इत्तो नामं परं वोच्छं ।। २५ ।। दश, नव, पञ्चदश, बन्धोदयसत्प्रकृतिस्थानानि ।। भणितानि मोहनीये, अतो नाम परं वक्ष्ये ॥ २५ ॥ ગાથાર્થ - મોહનીયકર્મનાં ૧૦ બંધસ્થાનક, ૯ ઉદયસ્થાનક અને ૧૫ સત્તાસ્થાનકો ઘણા જ વિસ્તારથી કહ્યાં. હવે અહીંથી આગળ નામકર્મ કહીશું. // ૨૫ / વિવેચન - ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, ૧ આમ કુલ ૧૦ બંધસ્થાનકો તથા તેના અનુક્રમે ૬ - ૪ - ૨ - ૨ - ૨ - ૧ - ૧ - ૧ - ૧ - ૧ = ૨૧ બંધભાંગા કહ્યા તથા ૧૦ - ૯ - ૮ - ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧ આમ ૯ ઉદયસ્થાનક, તેના ઉદયભાંગા, ઉદયપદો અને પદવૃંદો સમજાવ્યાં તથા ૨૮ - ૨૭ - ૨૬ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ - ૧૨ - ૧૧ - ૫ - ૪ - ૩ - ૨ - ૧ = કુલ ૧૫ સત્તાસ્થાનો કહ્યાં તથા તે ત્રણેનો પરસ્પર સંવેધ સમજાવ્યો. હવે અમે નામકર્મ કહીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy