________________
ગાથા : ૨૩-૨૪
છટ્ટો કર્મગ્રંથ
૪ની સત્તા હોય છે. તેમાં કોઇ પણ સત્તાસ્થાનને એકવાર જ
નપુંસકવેદીને ૧૧ ગણીએ તો ૨૮
૨૪ - ૨૧ - ૧૧ ૫ - ૪ એમ કુલ ૬ જ સત્તાસ્થાનો ચારના બંધે સંભવે છે તથા પુરુષવેદનો બંધ વિચ્છેદ થયા પછી અંતિમકાલમાં બંધાયેલો તે પુરુષવેદ બે સમયન્યૂન બે આવલિકા કાલે સત્તામાંથી ક્ષય થાય છે. જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી સત્તામાં હોય છે અને સત્તામાંથી ક્ષય થયા પછી છેલ્લે તો ચાર કષાયની જ સત્તા હોય છે.
૫૮
-
-
-
આ જ રીતે ૩ - ૨ ૧ના બંધે પણ બે સમયન્યૂન બે આવલિકા કાલ સુધી બંધવિચ્છેદ થયેલા કષાયની સત્તા હોય છે. ત્યારબાદ તે તે કષાયની સત્તા ક્ષય પામે છે. તેથી ક્ષપકશ્રેણીમાં ત્રણના બંધે પ્રારંભમાં ૪ની સત્તા, પછી ૩ની સત્તા, એવી જ રીતે બેના બંધે પ્રારંભમાં ૩ની સત્તા, પછી ૨ની સત્તા અને એકના બંધે પ્રારંભમાં ૨ની સત્તા અને પછી ૧ની સત્તા હોય છે. ઉપશમશ્રેણીમાં સર્વત્ર ૨૮ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનો હોય છે.
૨૪ - ૨૧
Jain Education International
કેટલાક આચાર્યો પુરુષવેદનો બંધવિચ્છેદ થયા પછી પણ કેટલાક કાલ સુધી ચારના બંધે પણ વેદનો ઉદય માને છે. તેઓના મતે ચારના બંધે પ્રારંભમાં બેનો ઉદય અને તેના ૧૨ ઉદયભાંગા થાય છે. ત્યાં પાંચના બંધે બેના ઉદયે જેમ સત્તાસ્થાનો કહ્યાં. તેવી રીતે ચારના બંધે બેના ઉદયે પણ યથાયોગ્ય સત્તાસ્થાનો ત્રણે વેદીને જુદાં જુદાં હોઇ શકે છે. પરંતુ તે મતાન્તર હોવાથી અહીં લખતા નથી.
-
પુરુષવેદ, સંજ્વલન ક્રોધ-માન-માયા અને લોભ જ્યારે જ્યારે બંધવિચ્છેદ પામે છે ત્યારે બે સમયન્સૂન બે આવલિકા કાલમાં ક્ષય કરી શકાય તેવી સ્થિતિવાળી તેની સત્તા હોય છે. પુરુષવેદની ૮ વર્ષ પ્રમાણ, ક્રોધાદિની ૨ માસ, ૧ માસ, ૦ માસની સ્થિતિ ચરમ સમયે બંધાઇ છે અને તે બંધવિચ્છેદ પછી સત્તામાં છે. તો પણ બે સમયન્યૂન બે આવલિકા કાલમાં તે સત્તાનો આ જીવ નાશ કરી શકે છે. એટલે બે સમયન્યૂન બે આવલિકા કાલ ચાલે તેટલી સત્તા તેની પાસે હોય છે અને તેટલા કાલમાં તેનો નાશ કરે છે. તેથી પુરુષવેદના બંધવિચ્છેદ પછી બે સમયન્યૂન બે આવલિકા કાલ સુધી પની સત્તા, ત્યારબાદ અંતર્મુહૂર્ત સુધી ૪ની સત્તા, ૯/૨ ભાગે હોય છે. ૯/૩ ભાગે પ્રારંભમાં બે સમયન્યૂન બે આવલિકા કાલ સુધી સં. ક્રોધની સત્તા હોય છે. એટલે ૩ના બંધે તેટલો કાલ ૪ની સત્તા અને ત્યારબાદ અંતર્મુહૂર્ત સુધી ૩ની સત્તા જાણવી. એવી જ રીતે ૯/૪ ભાગે ૨ના બંધે બે સમયન્યૂન બે આવલિકા કાલ સુધી ૩ની અને પછી અંતર્મુહૂર્ત સુધી ૨ની સત્તા હોય છે અને ૧ના બંધે ૯/૫ ભાગે પ્રારંભમાં ૨ની અને પછી ૧ની સત્તા જાણવી. ચિત્ર આ પ્રમાણે છે
For Private & Personal Use Only
www.jainelibrary.org