Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૧૬
છઠ્ઠો કર્મગ્રંથ
छब्बावीसे चउ इगवीसे, सत्तरस तेरसे दो दो । नवबंधगे वि दुण्णि उ, इक्किक्कमओ परं भंगा ।। १६ ।। षड् द्वाविंशतौ चत्वार एगविंशतौ, सप्तदशसु त्रयोदशसु द्वौ द्वौ । नवबन्धकेऽपि द्वौ तु, एक एकोऽतः परं भङ्गाः ।। १६ ।।
ગાથાર્થ – બાવીસના બંધે છે, એકવીસના બંધે ચાર, સત્તર, તેર અને નવના બંધે બે બે, તેનાથી આગળ પાંચ - ચાર - ત્રણ - બે અને એકના બંધને વિષે એક એક ભાંગા થાય છે. / ૧૬ /
વિવેચન - હવે મોહનીયકર્મનાં ૧૦ બંધસ્થાનકના મળીને કુલ ૨૧ બંધભાંગા થાય છે તે સમજાવે છે. ૧૬ કષાયો, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, એક વેદ અને એક યુગલ એમ ૨૨નું બંધસ્થાનક મિથ્યાત્વ ગુણસ્થાનકે હોય છે. ત્યાં પુરુષવેદ-સ્ત્રીવેદ અને નપુંસકવેદને આશ્રયી ૩ ભાંગા થાય છે. તેમાં હાસ્ય-રતિનું યુગલ અને અરતિ - શોકનું યુગલ જોડવાથી ૩૪૨ કુલ ૬ ભાંગા બાવીસના બંધે થાય છે. જેમ કે
૧ ૧૬ કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, પુરુષવેદ, હાસ્ય-રતિ ૨૨ ૨ ૧૬ કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, પુરુષવેદ, અરતિ-શોક ૨૨ ૩ ૧૬ કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, સ્ત્રીવેદ, હાસ્ય-રતિ ૨૨ ૪ ૧૬ કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, સ્ત્રીવેદ, અરતિ-શોક ૨૨ ૫ ૧૬ કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, નપુંસકવેદ, હાસ્ય-રતિ ૨૨ ૬ ૧૬ કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, નપુંસકવેદ, અરતિ-શોક ૨૨
આવી જ રીતે ૨૧ના બંધે ચાર બંધભાંગા થાય છે. કારણ કે ૨૧નો બંધ સાસ્વાદને થાય છે. ત્યાં નપુંસકવેદ બંધાતો નથી. તેથી બે વેદ અને બે યુગલના પરસ્પર પરાવર્તનથી ચાર ભાંગા થાય છે.
સત્તરનો બંધ ત્રીજે-ચોથે ગુણઠાણે જ બંધાય છે અને ત્યાં સ્ત્રીવેદ પણ બંધાતો નથી. તેથી એક પુરુષવેદની સાથે વારાફરતી બે યુગલ જોડવાથી બે જ બંધ ભાંગા થાય છે. તેનો બંધ પાંચમા ગુણઠાણે થાય છે. ત્યાં પણ પુરુષવેદની સાથે ક્રમશઃ બે યુગલ જોડવાથી બે જ બંધભાંગા થાય છે. નવનો બંધ છકે, સાતમે અને આઠમે ગુણઠાણે થાય છે. ત્યાં પણ પુરુષવેદની સાથે ક્રમશઃ બે યુગલ જોડવાથી બે ભાંગા થાય છે. પરંતુ આ બે ભાંગા છડે ગુણઠાણે જ સંભવે છે. સાતમ-આઠમે ગુણઠાણે અરતિ-શોક યુગલ ન બંધાતું હોવાની પુરુષવેદની સાથે હાસ્ય-રતિના યુગલવાળો એક જ ભાંગી ઘટે છે.
ત્યારબાદ પ-૪-૩-૨-૧ પ્રકૃતિવાળાં પાંચે બંધસ્થાનકોમાં કોઈ પ્રતિપક્ષવાળી પ્રકૃતિઓનો બંધ ન હોવાથી એક એક જ ભાંગો થાય છે. તેથી ૧૦ બંધસ્થાનકમાં અનુક્રમે ૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=કુલ ૨૧ બંધભાંગા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org