Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૧૭-૧૮
છે. તે દરેક ભાંગાની ઉદયમાં આવેલી પ્રકૃતિઓને જુદી જુદી ગણીએ તો પદવૃંદ (ઉદયમાં આવેલી પ્રકૃતિઓનો સમૂહ) કહેવાય છે. તેથી ૧૦ના ઉદયે ઉદયપદ ૧૦, પરંતુ ઉદયપદવૃંદ ૧૦ × ૨૪ = ૨૪૦ થાય છે. આ પ્રમાણે આગળ આગળ પણ સર્વઠેકાણે સમજવું.
-
ચોવીસી ઉદયભાંગા | ઉદયપદ
૧
૨૪
૭
૩
૭૨
૨૪
૩
૭૨
૨૭
૧
૨૪
૧૦
કુલ .
૧૯૨
૬૮
-
હવે ૨૧ના બંધસ્થાનકે ઉદયસ્થાનાદિ સમજાવાય છે. મૂલગાથામાં સત્તાફ એવું જે પદ છે તે પદ ‘વસ બાવીસે'માં પણ જોડવાનું છે અને તે જ સત્તારૂં પદ ‘નવ ફાવીÈ'માં પણ જોડવાનું છે. તેથી સત્તાફ સ વાવીસે' અને ‘સત્તાફ નવ ફાવીસે' આવાં પદો જોડવાં. આમ કરવાથી બાવીસના બંધે સાતથી દસ સુધીનાં ૪ ઉદયસ્થાનકો હોય છે તેમ એકવીસના બંધે સાતથી નવ સુધીનાં (૭ - ૮ - ૯) ત્રણ ઉદયસ્થાનકો હોય છે. આવો અર્થ થશે. આ ૨૧નો બંધ સાસ્વાદને જ હોય છે અને ત્યાં નપુંસકવેદ બંધાતો ન હોવાથી ૨૧ના બંધના ૨ વેદ × ૨ યુગલથી ૪ બંધભાંગા થાય છે. ૭ ૮ - ૯ આમ ત્રણ ઉદયસ્થાનક હોય છે. અહીં ૨૧ના બંધે સાસ્વાદને અનંતાનુબંધીનો ઉદય નિયમા હોય છે પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી. તેથી અનંતાનુબંધી આદિ ૪ કષાય, પુરુષવેદાદિમાંથી ૧ વેદ અને બે યુગલમાંથી એક યુગલ (બે પ્રકૃતિઓ) આમ ઓછામાં ઓછી (૪ + ૧ + ૨ =) સાત પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાં કોઇ જીવને ભયનો ઉદય થાય તો આઠનું ઉદયસ્થાનક બને છે અથવા કોઇ જીવને ભયને બદલે જુગુપ્સાનો ઉદય થાય તો પણ આઠનું ઉદયસ્થાનક થાય છે. એમ આઠનો ઉદય બે રીતે સંભવે છે અને જે જીવને ભય - જુગુપ્સા બન્ને ઉદયમાં હોય છે તેને નવનું ઉદયસ્થાનક થાય છે. દરેક ઉદયસ્થાનોમાં ક્રોધાદિ ચાર કષાયો, પુરુષવેદાદિ ત્રણે વેદો અને હાસ્ય
રિત તથા અરિત - શોક યુગલના પરાવર્તનથી ઉદય સંભવે છે. તેથી એક એક ચોવીસી અને ચોવીસ-ચોવીસ ઉદયભાંગા થાય છે. ઉદયપદ અને પવૃંદ ઉપર સમજાવેલી રીત પ્રમાણે ચિત્ર ઉપરથી સ્વયં જાણી લેવાં. તેનું ચિત્ર આ પ્રમાણે છે
Jain Education International
૨૨ના બંધે
૭ના ઉદયે
૮ના ઉદયે
ના ઉદયે
૧૦ના ઉદયે
-
68
પદવૃંદ | ગુણસ્થાનક
૧૬૮
મિથ્યાત્વે
૫૭૬
મિથ્યાત્વે
૬૪૮
મિથ્યાત્વે
૨૪૦
મિથ્યાત્વે
૧૬૩૨
For Private & Personal Use Only
www.jainelibrary.org