Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૮
ગાથા : ૧૩
છઠ્ઠો કર્મગ્રંથ | વિવેચન - સોળે કષાયો ધ્રુવબંધી હોવાથી સાથે બંધાય છે. પરંતુ ઉદયમાં ધ્રુવોદયી નથી. અધૂવોદયી છે. ક્રોધ - માન - માયા - લોભ આમ ચારે કષાયો એકી સાથે ઉદયમાં હોતા નથી. એક કાલે એક જ ઉદયમાં આવે છે. આ ચારેનો વારાફરતી આવતો ઉદય એટલો બધો વેગથી ફરે છે કે સામાન્ય માણસોને ચારેનો ઉદય સાથે હોય એમ લાગે છે. પરંતુ તત્ત્વથી તેમ નથી. તથા અનંતાનુબંધી ક્રોધનો ઉદય ચાલતો હોય ત્યારે ચારે કષાયો (ના ચારે ક્રોધો)નો ઉદય સાથે જ ચાલે છે. અનંતાનુબંધી માનનો ઉદય ચાલતો હોય ત્યારે ચારે પ્રકારના કષાયો (ના ચારે માનનો) ઉદય સાથે જ ચાલે છે. એમ ચાર માયા અને ચાર લોભનો ઉદય સાથે હોય છે. કારણ કે અનંતાનુબંધી ક્રોધાદિ કોઈ ૧ કષાય ઉદયમાં હોય ત્યારે પહેલું - બીજું ગુણસ્થાનક હોવાથી જેમ સમ્યકત્વ નથી, તેમ સમ્યકત્વપૂર્વકની દેશવિરતિ, સમ્યકત્વપૂર્વકની સર્વવિરતિ અને યથાખ્યાત ચારિત્ર પણ નથી. તેથી સમ્યકત્વનો ઘાતક અનંતાનુબંધી કષાય જેમ ઉદયમાં વર્તે છે. તેવી જ રીતે દેશવિરતિ આદિ શેષ ત્રણે ગુણો ન હોવાથી તે ૩ ગુણોના ઘાતક કષાયોનો ઉદય પણ ત્યાં સાથે અવશ્ય વર્વે જ છે. આમ ક્રોધ ચારે સાથે, માન ચારે સાથે, માયા ચારે સાથે અને લોભ ચારે સાથે ઉદયમાં હોય છે. પરંતુ ક્રોધ, માન, માયા અને લોભનો ઉદય સાથે હોતો નથી.
આ નવે ઉદયસ્થાનો સરળ રીતે સમજાય તે માટે પશ્ચાનુપૂર્વીએ સમજાવીએ છીએ. અગિયારમા ગુણસ્થાનકે મોહનીયકર્મનો બિલકુલ ઉદય નથી. મોહ સર્વથા ઉપશાન્ત છે. ત્યાંથી પડીને દસમા ગુણઠાણે જીવ જ્યારે આવે ત્યારે સંજ્વલન સૂમ લોભનો અને નવમા ગુણઠાણે આવે ત્યારે બાદરલોભનો જે ઉદય શરુ થાય છે તે મોહનીયકર્મની ૧ પ્રકૃતિનું પહેલું ઉદયસ્થાનક છે. ત્યાર પછી પડતાં પડતાં માયા, માન, ક્રોધ એક પછી એક ઉદયમાં આવે છે. તો પણ તે ચાર સાથે ઉદયમાં ન હોવાથી ૧ પ્રકૃતિનું જ ઉદયસ્થાનક ગણાય છે. જ્યારે નવમા ગુણઠાણાના પહેલા ભાગે આવે છે ત્યારે વેદનો ઉદય શરુ થાય છે. તેથી સંજ્વલન એક કષાય અને ત્રણ વેદમાંથી એક વેદ એમ ૨ પ્રકૃતિનું બીજું ઉદયસ્થાનક થાય છે.
પડતાં પડતાં આઠમા ગુણસ્થાનકે જ્યારે આવે છે ત્યારે હાસ્ય - રતિ અથવા અરતિ - શોક આ બે યુગલમાંથી એક યુગલ ઉદયમાં શરુ થાય છે. (ભય - જુગુપ્સા, અધ્રુવોદયી હોવાથી ઉદયમાં આવે જ એવો નિયમ નથી, તેથી ૧ સંકષાય, ૧ વેદ, ૨ એક યુગલ એમ ચારનું ઉદયસ્થાનક બને છે. તેમાં જો ભય અથવા જુગુપ્સાનો ઉદય શરુ થાય છે તો પાંચ પ્રકૃતિનું અને બન્નેનો ઉદય શરુ થાય તો છ પ્રકૃતિનું ઉદયસ્થાનક બને છે. ત્યાંથી સાતમે - છઠે થઈને પાંચમે ગુણઠાણે આવતાં પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય વધવાથી સાત, ચોથે ગુણઠાણે અપ્રત્યાખ્યાનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org