Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૧૧
છઠ્ઠો કર્મગ્રંથ (૫) “અબંધ, દેવાયુષ્યનો ઉદય, દેવ - મનુષ્પાયુષ્યની સત્તા” મનુષ્યાયુષ્ય બાંધનારા
દેવોને આયુષ્ય બાંધ્યા પછી જીવનપર્યત આ ભાંગો હોય છે.
દેવોને ઉપરોક્ત પાંચ ભાંગા આયુષ્યકર્મના છે અને તે પાંચે ભાંગા નારકીની જેમ જ છે. પ્રથમ ભાંગો ૧ થી ૪ ગુણસ્થાનકે હોય છે તથા છ માસ ન્યૂન ૧૦,૦૦૦ વર્ષનો કાલ જઘન્યથી અને છ માસ ન્યૂન ૩૩ સાગરોપમ કાલ ઉત્કૃષ્ટથી છે. આ ભાંગો પૂર્વાવસ્થામાં હોય છે. બીજો ભાંગો તિર્યંચાયુષ્યના બંધવાળો હોવાથી ૧-૨ ગુણસ્થાનક અને બધ્યમાનાવસ્થામાં અંતર્મુહૂર્ત કાલ હોય છે. ત્રીજો ભાંગો ૧-૨-૪ ગુણસ્થાનક અને બધ્ધમાનાવસ્થામાં અંતર્મુહૂર્ત હોય છે. ચોથો-પાંચમો ભાંગો ૧-૨-૩-૪ ગુણસ્થાનકે, આયુષ્યબંધ કર્યા પછીના કાળે હોય છે. તેથી અંતર્મુહૂર્ત ન્યૂન છ માસનો કાલ જાણવો.
તિર્યંચગતિમાં તિર્યંચાયુષ્યના ઉદયવાળા અને મનુષ્યગતિમાં મનુષ્યાયુષ્યના ઉદયવાળા પણ આ જ રીતે આયુષ્યકર્મના ભાંગા થાય છે. પરંતુ તિર્યચ-મનુષ્યો ચારે ગતિનાં આયુષ્ય બાંધી શકતા હોવાથી કુલ નવ-નવ ભાંગા બન્ને ગતિમાં થાય છે. પૂર્વાવસ્થામાં ૧, બધ્ધમાનાવસ્થામાં ૪ અને ઉત્તરાવસ્થામાં ૪, આમ નવ નવ ભાંગા બન્ને ગતિમાં થાય છે. તે ભાંગાઓમાં કાલપ્રમાણ તથા ગુણસ્થાનકો આ પ્રમાણે છે.
- તિર્યંચગતિમાં તથા મનુષ્યગતિમાં આયુષ્યબંધની પૂર્વના ૧ ભાંગાનો ઉત્કૃષ્ટકાળ યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યને આશ્રયી છ માસ ન્યૂન ત્રણ પલ્યોપમ, અયુગલિકને આશ્રયી અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વક્રોડવર્ષ, બંધાવસ્થાના ચાર ચાર ભાંગામાં અંતર્મુહૂર્ત, અને બંધ પછીના ચાર ચાર ભાંગામાં યુગલિકને આશ્રયી અંતર્મુહૂર્ત ન્યૂન છ માસ, અને અયુગલિકને આશ્રયી અંતર્મુહૂર્ત ધૂન પૂર્વક્રોડના ત્રીજા ભાગ પ્રમાણ કાલ છે.
તિર્યંચગતિના પ્રથમ ભાંગામાં ૧ થી ૫ ગુણસ્થાનક, મનુષ્યના પ્રથમ ભાંગામાં ૧ થી ૧૪ ગુણસ્થાનક, બંધાવસ્થાના ૪ ભાંગામાંથી નરકાયુષ્યના બંધવાળાને પહેલું એક જ ગુણસ્થાનક, તિર્યંચાયુષ્યના બંધવાળા અને મનુષ્યાયુષ્યના બંધવાળા ભાંગામાં ૧-૨ એમ બે ગુણસ્થાનક, દેવાયુષ્યના બંધવાળામાં તિર્યંચગતિમાં ત્રીજા વિના ૧ થી ૫, મનુષ્યગતિમાં ત્રીજા વિના ૧ થી ૭, બંધાવસ્થા પછીના તિર્યંચગતિના ૪ ભાંગામાં ૧ થી ૫, મનુષ્યગતિના ત્રણ ભાગમાં ૧ થી ૭, દેવાયુષ્યની સત્તાવાળા નવમા ભાંગામાં ૧ થી ૧૧ ગુણસ્થાનકો હોય છે.
સમ્યગ્દષ્ટિ તિર્યંચો અને સમ્યગ્દષ્ટિ મનુષ્યો નિયમા દેવાયુષ્ય જ બાંધે છે. તેથી ૯મા અને ૧૮મા ભાંગામાં પ્રથમનાં બે જ ગુણસ્થાનકો લખ્યાં છે. નરકગતિમાં ૫, તિર્યંચગતિમાં ૯, મનુષ્યગતિમાં ૯ અને દેવગતિમાં ૫, આમ કુલ આયુષ્યકર્મના ૨૮ ભાંગા થાય છે. આ પ્રમાણે ગોત્રકર્મ, વેદનીયકર્મ અને આયુષ્યકર્મ કહીને હવે મોહનીયકર્મ કહીશું. ! ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org