Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૧૧
૨૩
સાગરોપમ પ્રમાણ કાલ જાણવો. કારણ કે દેવ નારકીના જીવો પોતાના ભવના ૬ માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તથા ૧ થી ૪ ગુણસ્થાનક સમજવાં. શેષ ગુણસ્થાનકો નરકમાં સંભવતાં જ નથી. (૨) ‘તિર્યંચાયુષ્યનો બંધ, નરકાયુષ્યનો ઉદય, નરક - તિર્યંચાયુષ્યની સત્તા’ - નરક ગતિમાં આયુષ્યકર્મનો આ બીજો ભાંગો છે. પરભવનું તિર્યંચ આયુષ્ય બંધાતું હોય ત્યારે બધ્યમાનાવસ્થાકાલે આ ભાંગો સંભવે છે. આ ભાંગે મિથ્યાત્વ અને સાસ્વાદન એમ બે જ ગુણસ્થાનક હોય છે. કારણ કે તિર્યંચાયુષ્યનો બંધ બે ગુણસ્થાનક સુધી જ થાય છે. તેનો કાલ અંતર્મુહૂર્ત માત્ર છે. (૩) ‘મનુષ્યાયુષ્યનો બંધ, નરકાયુષ્યનો ઉદય, નરક-મનુષ્યાયુષ્યની સત્તા' નરકગતિમાં આયુષ્યકર્મનો આ ત્રીજો ભાંગો છે. પરભવનું મનુષ્ય આયુષ્ય બંધાતું હોય ત્યારે જ બધ્યમાનાવસ્થાકાલે આ ભાંગો સંભવે છે. મિથ્યાત્વ સાસ્વાદન અને અવિરતસમ્યગ્દષ્ટિ (૧ ૨ - ૪) આમ ત્રણ ગુણસ્થાનકે આ ભાંગો હોય છે. અંતર્મુહૂર્ત કાલ છે.
(૪) ‘અબંધ, નરકાયુષ્યનો ઉદય, નરક
તિર્યંચાયુષ્યની સત્તા' નરકગતિમાં આ ચોથો ભાંગો તિર્યંચ આયુષ્ય બાંધી લીધા પછીના કાલે હોય છે ૧ થી ૪ ગુણસ્થાનક હોય છે અને અંતર્મુહૂર્ત ન્યૂન ૬ માસનો કાલ હોય છે. (૫) ‘અબંધ, નરકાયુષ્યનો ઉદય, નરક મનુષ્યાયુષ્યની સત્તા' નરકગતિમાં પાંચમો ભાંગો મનુષ્યાયુષ્ય બાંધી લીધા પછીના કાલે હોય છે. અને અંતર્મુહૂર્ત ન્યૂન ૬ માસનો કાલ હોય છે. ૧ થી ૪ ગુણસ્થાનક હોય છે કારણ કે મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધી લીધા પછી તે જીવ મિથ્યાત્વે અને અવિરતે આવજા કરી શકે છે. તેથી ચારે ગુણસ્થાનક સંભવી શકે છે.
આ
-
-
નરકાયુષ્યના ઉદયવાળા નરકગતિમાં જેવી રીતે પાંચ ભાંગા કર્યા તેવી જ રીતે દેવાયુષ્યના ઉદયવાળા દેવગતિમાં પણ પાંચ ભાંગા થાય છે.
(૧) ‘અબંધ, દેવાયુષ્યનો ઉદય, દેવાયુષ્યની સત્તા' આયુષ્ય બંધની પૂર્વાવસ્થામાં આ
ભાંગો હોય છે.
(૨) ‘તિર્યંચાયુષ્યનો બંધ, દેવાયુષ્યનો ઉદય, દેવ-તિર્યંચ આયુષ્યની સત્તા’ આ ભાંગો બધ્યમાનાવસ્થામાં હોય છે અને અંતર્મુહૂર્ત હોય છે.
(૩) ‘મનુષ્યાયુષ્યનો બંધ, દેવાયુષ્યનો ઉદય, દેવ - મનુષ્ય આયુષ્યની સત્તા’ ભાંગો પણ બધ્યમાનાવસ્થાકાલે અંતર્મુહૂર્ત માત્ર હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
=
(૪) ‘અબંધ, દેવાયુષ્યનો ઉદય, દેવ - તિર્યંચાયુષ્યની સત્તા' તિર્યંચાયુષ્ય બંધાયા પછી જીવનપર્યંત દેવોને આ ભાંગો હોય છે.
આ
www.jainelibrary.org