Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨ ગાથા : ૧૧
છઠ્ઠો કર્મગ્રંથ હવે આયુષ્યકર્મના સંવેધભાંગા કહીશું -
આયુષ્યકર્મમાં બંધસ્થાનક એકાયુષ્ય કર્મનું એક જ હોય છે. કારણ કે કોઇ પણ ભવમાં બે-ત્રણ આયુષ્યો બંધાતાં નથી. તેવી જ રીતે ઉદયસ્થાનક પણ એકાયુષ્ય કર્મનું એક જ હોય છે. બે - ત્રણ આયુષ્યકર્મ સાથે ઉદયમાં આવતાં નથી. સત્તાસ્થાનક આયુષ્યકર્મમાં બેનું અને એકનું એમ બે હોય છે. કારણ કે ચારે ગતિમાં વર્તતા જીવોએ જ્યારે પરભવાયુષ્ય બાંધ્યું ત્યારથી પ્રારંભીને પરભવમાં ન જાય ત્યાં સુધી ચાલુ ભવનું ભોગવાતું આયુષ્ય અને પરભવનું બાંધેલું આયુષ્ય એમ બે આયુષ્યકર્મની સત્તા હોય છે અને ચાલુ ભવનું ભોગવાતું આયુષ્ય પૂર્ણ થતાં પરભવમાં ગયા પછી ત્યાં નવું આયુષ્ય ન બાંધે ત્યાં સુધી તે વર્તમાન ભવનું એક જ આયુષ્ય સત્તામાં હોય છે. આ રીતે બંધસ્થાનક ૧નું એક જ, ઉદયસ્થાનક ૧નું એક જ અને સત્તાસ્થાનક ૨નું તથા ૧નું એમ બે હોય છે.
આયુષ્યકર્મની બાબતમાં નારક – તિર્યંચ - મનુષ્ય અને દેવ ભવ આશ્રયી જુદા જુદા સંવેધભાંગા થાય છે. કારણ કે ચારે ગતિમાં જુદા જુદા આયુષ્યનો ઉદય હોય છે તથા દરેક ભવમાં ત્રણ અવસ્થા હોય છે. પરભવનું આયુષ્ય બંધાય તેના પૂર્વકાલની અવસ્થા કે જેને પૂર્વાવસ્થા કહેવાય છે. આયુષ્ય બંધાય તે કાલની અવસ્થા કે જેને બધેકાલાવસ્થા કહેવાય છે. અને પરભવનું આયુષ્ય બંધાઈ જાય ત્યાર પછીની જે અવસ્થા તે ઉત્તરકાલાવસ્થા અથવા પશ્ચાદવસ્થા - આમ ત્રણ અવસ્થા છે. હવે નારક જીવને આશ્રયી ત્રણે અવસ્થા સંબંધી સંવેધભાંગા પ્રથમ વિચારીએ.
નરકના જીવોને પરભવનું માત્ર તિર્યંચનું અને મનુષ્યનું એમ બે જ આયુષ્ય બંધાય છે. પરંતુ દેવનું કે નરકનું આયુષ્ય બંધાતું નથી. કારણ કે નારક જીવોની ઉત્પત્તિ તે ભવમાં થતી નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે -
'देवा नारगा देवेसु नारगेसु वि न उववजंति त्ति'
તથા નારકીના જીવોને ચાર આયુષ્યમાંથી ફક્ત ૧ નરકાયુષ્યનો જ ઉદય હોય છે તથા પરભવનું આયુષ્ય ન બાંધ્યું હોય ત્યાં સુધી પોતાના ભવના એક નરકાયુષ્યની જ સત્તા હોય છે અને પરભવનું આયુષ્ય બંધાવા માંડે, ત્યારથી પ્રારંભીને તે ભવમાં જીવે ત્યાં સુધી બે આયુષ્યની સત્તા થાય છે. આ પ્રમાણે હોવાથી સંવેધભાંગા નીચે પ્રમાણે પાંચ થાય છે. (૧) “અબંધ - નરકાયુષ્યનો ઉદય અને નરકાયુષ્યની સત્તા” . આ ભાંગી નરકના
ભવમાં ઉત્પન્ન થાય ત્યારથી પરભવાયુષ્યના બંધકાલ પૂર્વે હોય છે. જઘન્યથી ૬ માસચૂન ૧૦,૦૦૦ વર્ષ કાલ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૬ માસ ન્યૂન ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org