________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
માણસો બહાર ગયા હતા, ત્યારે તેણે વિચાર્યું કે – “વારંવાર શિખામણ આપતા પિતાને આજે તો હું બરાબર
પ્રથમ
| વ્યાખ્યાનમ્ શિખામણ આપું!” એમ વિચાર કરી ઘરનાં બારણાં અંદરથી બંધ કરીને પોતે અંદર ભરાઈ રહ્યો. પછી તેના પિતા વિગેરે આવ્યા બાદ તેઓએ બારણું ઉઘાડવાનું ઘણું કહ્યું, છતાં તેણે કાંઈ જવાબ પણ આપ્યો નહીં, તેમ બારણાં પણ ઉઘાડ્યાં નહીં. પછી તેના પિતા ભીંત ઓલંઘીને જ્યારે અંદર ગયા, ત્યારે તેમણે પુત્રને હસતો નથી જોયો; અને તેથી તેમણે ઠપકો આપ્યો, ત્યારે તે કહેવા લાગ્યો કે “તમોએ જ મને કહ્યું છે કે, વડીલોને સામો ઉત્તર ન દેવો !' એ પ્રમાણે બીજું દષ્ટાંત.
શ્રીઅજિતનાથ વિગેરે બાવીસ તીર્થંકરના સાધુઓના ઋજુ અને જાણપણાનું દષ્ટાંત -
કેટલાક અજિતજિનના સાધુઓ નટને જોઈને ઘણે કાલે આવવાથી, ગુરુ મહારાજે પૂછ્યું, ત્યારે તેઓએ જેમ હતું તેમ યથાસ્થિત કહી સંભળાવ્યું. ગુરુએ નટનો નાચ જોવાનો નિષેધ કર્યો. પછી એક દહાડો જયારે તેઓ બહાર ગયા ત્યારે નટીને નાચતી જોઈને પ્રાજ્ઞ હોવાથી વિચાર કરવા લાગ્યા કે - “રાગના હેતુથી ગુરુ મહારાજે નટ જોવાનો આપણને નિષેધ કર્યો છે; ત્યારે નટીને તો અત્યંત રાગનું કારણ હોવાથી નિષેધ હોવો જ જોઈએ” એમ વિચારી તેઓએ નટીને જોઈ નહીં.
હવે જે નિયત અવસ્થાનના લક્ષણવાળો સિત્તેર દિવસનો જધન્ય પર્યુષણા કલ્પ કહ્યો તે પણ કારણના
For Private and Personal Use Only