________________
[૩] . જપ એક પ્રકારનો માર્ગ
:
:
- જપ એક પ્રકારની ક્રિયા છે, તેમાં એક પ્રકારની માગ પણ છે. જેનાથી ગંતવ્યસ્થાને પહેચાય, તે માર્ગ કહેવાય. છે. જ૫ આપણને આપણા ગંતવ્ય સ્થાને એટલે કે ધ્યેયસિદ્ધિ. સુધી પહોંચાડે છે, તેથી તે એક પ્રકારનો માર્ગ છે.
વિચારહીન મનુષ્યને જીવનના ધ્યેયનું ભાન હોતું નથી, તેથી જ તેઓ જ્યાં ત્યાં આથડે છે અને પિતાનું જીવન પૂરું કરે છે, જ્યારે વિચારશીલ બુદ્ધિમાન મનુષ્ય.
જીવન સંબંધી વિચાર કરે છે અને જીવનનું ધ્યેય નક્કી ( કરે છે, પણ આ ધ્યેય એક પ્રકારનું હોતું નથી. જે. ધાર્મિક-આધ્યાત્મિક વાતાવરણમાં ઉછર્યા હોય છે અને તેમાં જ રહે છે, તેઓ આત્મદર્શન, ઈશ્વરસાક્ષાત્કાર કે મોક્ષપ્રાપ્તિને પિતાનું ધ્યેય બનાવે છે અને જેઓ બહુધા ભૌતિક વાતાવરણમાં ઉછર્યા હોય છે, તેઓ એક યા બીજા પ્રકારની ભૌતિક ઉન્નતિને પિતાનું ધ્યેય બનાવે છે. . આ રીતે બુદ્ધિમાન મનુષ્ય પોતાનું ધ્યેય તે નકકી.