________________
જૈન શશિકાન્ત.
એટલે તે પૂર્ણ પરમહંસ બને છે. . હે શિષ્ય, આ પ્રમાણે શુદ્ધ જ્ઞાનથી જીવને મોટો લાભ થાય છે. હવે ક્રિયા વિષે કહ્યું, તે સાવધાન થઈને સાંભળજે. ક્વિાને અર્થ કર્મ થાય છે. કેઈપણ જાતનું કર્મ કરવું, તે કિયા કહેવાય છે. તે કિયાના ત્રણ પ્રકાર છે. કાયિક, વાચિક અને માનસિક, જે કાયાથી કાં ઈપણ જાતનું કર્મ કરવામાં આવે તે કાયિક, વચનથી કરવામાં આવે તે વાચિક અને મનથી કરવામાં આવે તે માનસિક–આ ત્રણે પ્રકારની ક્રિયાના ધાર્મિક ક્રિયા અને વ્યવહારિકી ક્રિયા એવા બે ભેદ પડે છે તેમાં જે વ્યવહારિકી ક્રિયા છે, તે સંસારને વધારનારી છે, અને ધામિકી ક્રિયા છે, તે સંસારને ઉછેદન કરનારી અને કર્મના બંધને તેડનારી છે. એ કિયાને સંબંધ જ્ઞાનની સાથે છે. જે જ્ઞાન શુદ્ધ હેય, તે કિયા પણ શુદ્ધ હોઈ શકે છે. અને બંને કિયાને પરસ્પર સંબંધ છે. તે ઉપર એક દ્રષ્ટાંત કહું તે સાંભળ--
કોઈ એક માણસ મુસાફરી કરવાને નીકળે. મુસાફરી પૂર્ણ કરી પોતાના ઘર તરફ પાછો વળતે હતા, ત્યાં રસ્તામાં એક મેટું આંબાનું વૃક્ષ આવ્યું. તે વૃક્ષ નીચે તે વિશ્રાંતિ લેવાને બેઠે. તેવામાં તેની દષ્ટિ વૃક્ષ ઉપર પડી. ત્યાં પાકેલા આમ્રફળ તેના જોવામાં આવ્યાં. એટલે વૃક્ષ ઉપર ચડ, વૃક્ષની એક ઉચી શાખા ઉપર ઘણી પાકેલી અને રસ ભરેલી એક કેરી તેના જોવામાં આવી. તરતજ તે મુસાફરને તે કરી લેવાની ઈચ્છા થઈ, પણ તે શાખા ઉપર જવું ઘણું મુશ્કેલ હતું. જિહા ઈદ્રિયની લેલુપતાથી તે મુસાફર ઘણી મહેનત કરી તે આમ્રફળ લેવા ગયે. તેવામાં કર્મચગે તેને પગ ખશી ગયે. અને ને ઘણી ઉંચી શાખા ઉપરથી જમીન ઉપર પડશે. પડતાંજ તેના પગ ભાંગી ગયા. અને તે પાંગળે થઈ ગયે. જ્યાં તેને જવાનું હતું, તે ગામ તેનાથી દૂર હતું. તેમજ બીજું ગામ પણ તે રસ્તેથી છેટે હતું, એટલે તે ઘણે ચિતા કરવા લાગ્યા.
તેવામાં કઈ આંધળે માણસ ફાંફા મારતે તે રસ્તે પ્રસાર થતે હતે. તેને જોઈ પાંગળાએ કહ્યું, અરે ભાઈ, તું કયાં જાય છે? તેણે ઉત્તર આયે, હું અમુક ગામ જાઉં છું, પણ અંધાપાને લઈને મને દુઃખ પડે છે. અરે ભાઈ, તારે કયાં જાવું છે? તે મુસાફરને જે ગામ જવાનું હતું, તેજ ગામનું નામ આંધળાએ લીધું. એટલે તે પાંગળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com