________________
૨૫૬
જૈન શશિકાન્ત. ની વાણી સાંભળી અમે અતિ આશ્ચર્ય પામ્યા છીએ. શું શ્રાવના ઘરમાં ચાંડાલી હેય? તો તદ્દન નિર્દોષ છું. મારા ઘરમાં એવી અધમ સ્ત્રી છેજ નહિ. જો હું ઈચ્છા કરું, તે મને કુલીન શ્રાવક કન્યા મળે તેમ છે. તે હું ચડાળ સ્ત્રીને શામાટે રાખું? આપના જેવા જ્ઞાની મુનિ આવું અઘટિત બેલે, તે સર્વ રીતે અનુચિત છે. જેના સ્પર્શથી અપવિત્ર થાય છે, એવી ચાંડાલીને કયે શ્રાવક ઘરમાં રાખે? આ વાત તદ્દન અસંભવિત લાગે છે. આપ આવું અઘટિત બેલે છે, તે છતાં આપની વાણી ઉપર અમને વિશ્વાસ આવે છે. જે આ વિષે કાંઈ પણ ગૂઢાર્થ હોય, તે કહેવાની કૃપા કરે. જેથી મારું મન નિઃસંદેહ થાય.”
શ્રાવકનાં આવાં લાગણી ભરેલાં વચન સાંભળી તે મહામુનિ હસતા હસતા બોલ્યા “ભદ્ર, મારું કહેવું ગૂઢાર્થ છે. જ્યારે એ તારા જાણવામાં આવશે, ત્યારે તને ખાત્રી થશે કે, મારા ઘરમાં ચં. ડાળ સ્ત્રી છે.” શ્રાવકે ઈંતેજારીથી કહ્યું,–“કૃપાળુ ભગવદ્, મને તે સ્પષ્ટ રીતે સમજાવે.”મુનિ બેલ્યા–ભદ્ર, સાવધાન થઈને સાંભળ. આ જગતમાં આત્મરતિ એક ગુણ છે. એ ગુણને લઈ માણસ પોતાના આત્માની ઉપર રતિ-પ્રીતિ રાખનારે થાય છે. જ્યારે આત્માની ઉપર પ્રીતિ થાય છે, એટલે તે પિતાના આત્માને ઉદ્ધાર કરનાર ગુણેને ધારણ કરવા પ્રયત્ન કરે છે. એ આત્મારતિથી જે વિપરીત તે અનાભરતિ કહેવાય છે. અનાત્મરતિ પુરૂષ પિતાના આત્માને ગુણી કરી શક્ત નથી, પણ દુર્ગણી કરે છે. એ અનાત્મરતિ ધારણ કરનારા ઘણા મનુષ્યો છે. તેઓ આ સંસારમાં મગ્ન રહી અનેક પ્રકારના કષ્ટ ભેગવે છે. આજકાલ અનામરતિને પ્રચાર વિશેષ છે. ગૃહસ્થ અને મુનિઓ પણ એ દુર્ગુણના ઉપાસક બનેલા છે. એ અનાત્મરતિને જૈન વિદ્વાને ચાંડાલીની ઉપમા આપે છે. તે ચાંડાલીને સંગ કરનારી સ્પહા છે; તેથી તે પણ ચાંડાલી કહેવાય છે. એ સ્પૃહારૂપી ચાંડાલી મનુષ્યનાં હૃદયરૂપી ઘરમાં રહે છે. અર્થાત્ જેટલા સ્પૃહા રાખનારા છે, તે બધાએના હૃદયગૃહમાં ચાંડાલીને વાસ છે. સુજ્ઞ પુરૂષે એ અનાત્મરતિને સંગ કરનારી સ્પૃહારૂપી ચાંડાલીને પિતાના હૃદયગ્રહમાંથી દૂર કરવી જોઈએ.
હે ભદ્ર, વળી તે અનાત્મરતિને બીજે પ્રકારે પણ વર્ણવેલી છે. જે આત્માને આનંદ તે આત્માતિ, અને જે પુગલને આનંદ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com