________________
૧૭૬
જૈન શશિકાન્ત, છે તેવા પદાર્થોની ઉપર જે આત્મ બુદ્ધિ રાખવી, તે વિદ્યા નહીં, પણ અવિદ્યા છે. એ અવિદ્યાથી અનિત્ય, અશુદ્ધ અને અનાત્મને વિષે નિત્ય, અશુદ્ધ અને આત્મબુદ્ધિ થાય છે. જે નાશવંત, આત્માથી ભિન્ન અને સર્વકાળ નહીં રહેનારા છે, તે અનિત્ય કહેવાય છે. પૂર્ણ તત્ત્વને સ્પર્શ ન થવાથી હમેશાં મલિન રહેનારા, તે અશુદ્ધ કહેવાય છે, અને જે આત્મરૂપ નથી તે અનાત્મ કહેવાય છે. એવા અનિત્ય, અશુદ્ધ અને અનાત્મ પદાર્થોને વિષે નિત્ય, શુદ્ધ અને આ તે પણાની બુદ્ધિ રાખવી, તે વિદ્યાથી ઉલટી અવિદ્યા છે. વિદ્યાને વિલાસ તેનાથી જુદા પ્રકાર છે. જેના હૃદયને એ દિવ્ય પદાર્થને - ગ થયે હય, તે નિર્મળ અવિનાશી અને સર્વ કમલે પથી રહિત એવા શુ દ્ધ આત્મભાવને વિષે રમણ કરે છે તે વિષેનાનકડું રમણીય દષ્ટાંત છે.
કે ઈ એક મહાત્મા વિચરતા વિચરતા કેઈનગરમાં આવી ચડયા હતા. તેમને આવેલા જાણી તે નગરના આસ્તિક ગૃહસ્થ તેમને વંદના કરવાને આવ્યા. મહાત્માએ સર્વને ધર્મલાભની આશીષ આપી ઉપદેશ આપવા માંડે. તેમના ઉત્તમ ઉપદેશનું શ્રવણ કરી આસ્તિક શ્રેતાઓ અંતરમાં આનંદ પામી ગયા. આ વખતે એક આણું દ નામને શ્રાવક ઉભો થઈ બોલ્યા--“મહારાજ, મારા મનમાં એક શંકા છે, જે આપની ઈચ્છા હેય તે તે દૂર કરવાને એક પ્રશ્ન કરું.” મહાત્માએ આનંદપૂર્વક જણાવ્યું– “હે શ્રાવક, તારા મનમાં જે શંકા હોય, તે ખુશીથી જણાવ.” તે સાંભળી આણંદ શ્રાવક બે -“મહારાજ, મારા ઘરમાં ઘણું દ્રવ્ય છે, તેથી કેટલાએક દુર્જને મારા ઘરમાંથી ચોરી કરવાની ઈચ્છા રાખતા હાય, એ મને વહેમ આવ્યા કરે છે, તેથી રાત્રે મને નિરાંતે નિદ્રા આવતી નથી. જ્યારે મને નિદ્રા નથી આવતી, ત્યારે હું જાગી જાગીને પંચપરમેષ્ઠીનું સ્મરણ કર્યા કરું છું, તે તેથી મને પુણ્ય થાય કે નહીં. જો કે શેરના ભયથી મારે જાગવું પડે છે, અને તેથી હું ચિંતા સાથે ધર્મ ધ્યાન કરૂં છું, તે એવા ધર્મધ્યાનથી કાંઈપણ ફળ મળે કે નહીં?” મહાત્માએ પ્રેમથી ઉત્તર આપ્યો. “ભદ્ર, તું ધર્મ ધ્યાન કરે છે, તે કદિપણ નિષ્ફળ થવાનું નથી, પણ તારા હૃદયમાં જે ચેરની ચિંતા રહ્યા કરે છે, તેથી તારું ધ્યાન શુદ્ધ રહી શકતું નહીં હાય. વખતે ચેરની તરફ રેષ આવવાથી આર્તધ્યાન થઈ જતું હ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com