Book Title: Jain Shashikant
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 300
________________ (૧૮ જન શશિકાન્ત ગુરૂ–હે વિનીત શિ, સાંભળો, ત્યારે હું તમને તે વિષે બીજે પણ એક દષ્ટાંત પૂર્વક બોધ આપું. એક મહા વનમાં તપાધન નામને એક તાપસ તીવ્ર તપ કરતું હતું. તેના હૃદયમાં સકામ વૃતિ હતી. કેઈપણ કામના સિદ્ધ કરવાની ઈચ્છાથી તેણે મહાતપ આદર્યો હતે. એક વખતે કઈ મુનિ તે સ્થળે આવી ચડ્યા. તે તાપસની મનોવૃત્તિ જ્ઞાનના બળથી મુનિના જાણવામાં આવી ગઈ તરત તે મુનિ તેને ઉપકાર કરવાની ઈચ્છાથી તેની પાસે આવી ઉભા રહ્યા. ક્ષણવાર તેની તરફ દષ્ટી કરી એટલે તે તાપસ બે -“મહારાજ, શું જુ છો? જે તપ હું કરું છું, તેવું તપ કરનારા સાંપ્રતકાળે થડા તપસ્વીઓ છે. મારા તપને પ્રભાવ દિવ્ય છે. તે દિવ્ય તપના વેગથી જે શક્તિ તમને સંયમથી મળવાની નથી, તેવી શક્તિ મેળવવાને હું ભાગ્યશાળી થવાને છું.” તાપસના આવા વચન સાંભળી તે મહાસુનિ મૃદુહાસ્ય કરતાં બોલ્યા–“ભદ્ર, તારે તપસ્યા કરી કેવી શક્તિ મેળવવાની છે? તે વાત જે કહેવા ગ્ય હોય તે મારી આગળ નિવેદન કર.” તાપસ ઉત્સાહથી બે -“હું આપની આગળ તે શક્તિ ખુશીથી કહેવા ઈચ્છું છું. સાંભળે–આ જગતમાં કેટલાએક નિર્ગુણ અને મૂર્ખ લકે વભવ સુખ મેળવી સ્વતંત્ર પણે વર્તે છે. તેઓ પોતાના વૈભવ ના ગર્વથી કઈને ગણતા નથી અને કેાઈને આદર આપતા નથીતે વા લોકોને પરાભવ કરવાની મારી ઇચ્છા છે. હું એવા સમૃદ્ધિ અને વૈભવ વાળો થાઉં કે, જેથી તે બધા ગર્વિષ્ટ લેકને ગર્વ ઉતારી નાખું. સર્વનું ધનબળ અને અભિમાન મારી આગળ ચાલે નહીં. આવા ઇરાદાથી આ મારી પ્રવૃત્તિ છે. આ ઉગ્ર તપનું નિશાન પણ તે વુંજ મેં મગત કર્યું છે.” તાપસના આવા વચને સાંભળી તે મુનિ મંદહાસ્ય કરતાં બોલ્યા ભદ્ર, તારી તપધારણ મારા જાણવામાં આવી, પણ તેથી તેને ભારે દુઃખ થશે. આવા કષ્ટસાધ્ય તપનું તે સામાન્ય ફળ મેળવવાની ઈચ્છા રાખી છે. જે ધારણ તારી બુદ્ધિમાં જાગ્રત છે, તે ધારણ પરિણામે તને ભારે હાનિ કરશે.” તાપસે ખિન્નવદને જણાવ્યું, “મહારાજ, આપ આવા સંયમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318