________________
૩૧૪
જૈન શશિકાંન્ત. - પિલે કુબેર ત્યાંથી નાશી પિતાને ઘેર આવ્યું હતું. પાછળથી તેના સાંભળવામાં આવ્યું કે, મનરમ ચા ગયા અને તેની સ્ત્રી કાંતા એ કુવામાં યડી આત્મ ઘાત કર્યો. અને પછી શિવદાસ અને સુચિત્તા પુત્ર શોકથી અનશન કરી મત્યુ પામી ગયા. આ વૃત્તાંત સાંભળી તેના હૃદયમાં વૈરાગ્ય ઊત્પન્ન થયેલ હતું. તેથી તે કઈ વિદ્વાન મુનિની પાસે દીક્ષા લેવા નીકળે, ત્યાં કે ગામમાં મુનિ મને વિજયને તેને યોગ થઈ આવ્યું હતું. મુનિ મને વિજયે તેની પવિત્ર વૃત્તિ જોઈ દીક્ષા આપી હતી. દીક્ષા આપ્યા પછી તેને પણ વારંવાર કાંતાને અનિષ્ટ પ્રસંગ યાદ આવતું હતું અને તેથી તે પિતાના સ્વાધ્યાય ધ્યાનમાં ભુલ કરતે તે ઉપરથી મુનિ મનેવિજયે તેનું કારણ પુછતાં તેણે પિતાને શિવદાસ શેઠને ઘેર થયેલે બધો વૃત્તાંત જાહેર કર્યો, જેથી મને વિજયે તેને ઓળખે અને તે વાતનું વિસ્મરણ કરવાને બોધ આપ્યું હતું તેથી તે સર્વ બનાવનું વિમરણ કરી ચારિત્ર ધર્મને સાધી શક્યા હતા.
ગુરૂ–હે પ્રિય ગૃહસ્થ શિષ્ય, આ ઉપરથી તારે ખરેખર બધ લેવાને છે. તારા સાંસારિક બનાવને ભુલી જજે અને તેવા પ્રસંગેને વિસ્મરણ કરવાની ટેવ રાખજે. જો તું પ્રયત્ન પૂર્વક આ વિસ્મરણ કરવાની કળા શીખીશ અને તેને અભ્યાસ કરીશ તે તું તારી સર્વ પ્રકારની ઉત્તમ ભાવનાને અને સિદ્ધિને મેળવી શકીશ.
ગુરૂને આ ઉપદેશ સાંભળી તે બંને શિષે ઘણાજ પ્રસન્ન થયા હતા અને તેમણે અંતઃકરણથી ગુરૂને આભાર માન્યો હતો.
આ વખતે વષત્ર તુને સમય નજીક આવવાથી ગુરૂએ ત્યાંથી વિહાર કરવાને વિચાર કર્યો. પછી ગુરૂની આજ્ઞા થવાથી તે મને ચતિ શિષ્ય ગુરૂની સાથે તૈયાર થયે હતે.
આ વખતે ગૃહસ્થ શિષ્ય ગુરૂને વિનંતિ કરી કે, “મહાનુભાવ, મને શી આજ્ઞા છે? જે આપની ઇચ્છા હોય તે હું આપની સાથે આવું. આપના સમાગમથી મને ઘણેજ લાભ થાય છે.
ગુરૂ–હે વિનીત શિષ્ય, જ્યાંસુધી ગૃહસ્થના વેષમાં છે, ત્યાંસુધી અમારી સાથે તારાથી આવી શકાશે નહીં. કારણકે, ગૃહસ્થની સાથે રહેવું એ અમારા આચારની વિરૂદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com