________________
વિસ્મરણ.
૩૧૩ સજીએ છીએ, અને જે ન હતું તેને નવેસરથી ઉભું કરીને દુઃખી થઈએ છીએ, આમ હોવાથી બની ગયેલા અનિષ્ટ વા ઈષ્ટ પ્રસંગેનું કદિપણું સ્મરણ કરવું ન જોઈએ, એવા પ્રસંગનું મરણ ગૃહસ્થને કરવું એગ્ય નથી. તે પછી સંસારનો ત્યાગ કરી સાધુ થયેલાને મ રણ કરવું કેમ યેગ્ય કહેવાય? સ્મરણ કરવામાં કદિ સ્વલ્પ પણ લાભ હોય તે સ્મરણ કરવું કામનું છે, પણ લાભને બદલે વિશેષ હાનિ છે, ત્યાં તમારા જેવા બુદ્ધિમાને તેનું શું કરવા મરણ કરવું? હે શિ
, જરા તુ એ પૂર્વના સાંસારિક બનાવનું વિસ્મરણ કરીશ તે તું તારા પ્રસન્ન રહેવાના સ્વભાવને કેળવી શકીશ, તારા શાંત એવા સા ત્વિક સ્વભાવને પિષી શકીશ, અને એકાગ્રતા સાધવાનું બળ મેળવી શકીશ જે એકાગ્રતા ચારિત્રના સામર્થ્યને ઉઘાડવાની કુંચી છે,
પ્રિય શિષ્ય, દિવસના બનેલા એવા અપ્રિય પ્રસંગોને રાત્રે ભુલી જા, અને રાત્રે બનેલા પ્રસંગે ને દિવસે ભુલી જા. તારી સ્મૃ તિપર ઉપર પડેલા તે સાંસારિક ચિત્ર ઉપર તું હડતાળ માર, અને શુભ મરણથી તેને ઘસી ભુંસીને કાઢી નાંખ. આનંદ જનક ઈષ્ટ શુભ ધ્યાનના વિચારેને સેવતે નિદ્રા વશ થા, અને બીજે દિવસે પ્રાત:કાળે ધર્મ જાગરણાથી ઉઠ, ત્યારે જાણે તું જગતમાં આજેજ જ હો, તમારા જીવનને આ પ્રથમ દિવસ છે, અને પૂર્વે કશું અપ્રિય બન્યું જ નથી, તે પ્રમાણે વર્ત ભવિષ્યને વિચાર કે રતે નહીં, તારા ચારિત્રધર્મના વિચારે અને સ્વાધ્યાયના વિચારે સેવને તે દિવસ વ્યતીત કર, દિવસે કોઈપણ પ્રતિકુળ પ્રસંગ બ ને તે તેની છાપ સ્મૃતિપર પડવા દઈશ નહિ. તત્કાળ તેને ભુંસી નાંખજે, અને આ પ્રમાણે નિત્ય ચારિત્ર ધર્મને લગતા વિચારેનેજ સેવતે આયુષ્યને વ્યતીત કર.”
ગુરૂની આ વાણી સાંભળી મનેવિજ્ય પ્રબોધ પામી ગયું હતું.તેણે તત્કાળ તે પૂર્વના બનાવાના વિચાર નું સમરણ કર્યું અને પોતાના વતનમાંથી વિહાર કરાવાને ગુરૂને વિનંતિ કરી, તે પછી કૃપાલુ ગુરૂ મનોવિજય અને બીજા શિષ્યને પરિવાર લઈ ત્યાંથી વિહાર કરી બીજે સ્થળે ચાલ્યા ગયા હતા. ત્યાર પછી મને વિજયના મન ઉપર તે બનાવના વિચાર આવ્યા ન હતા અને પિતાની વિસ્મરણ કળાના બળથી તેણે અખલિતપણે ચારિત્રને દીપાવ્યું હતું. Sh K.-૪૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com