________________
વિવેક. ધારી થઈ આવા હલકા વિચાર કેમ દર્શાવે છે ? આપના આવા વચન ઉપરથી જણાય છે કે, આપને સમૃદ્ધિને પૂર્ણ અનુભવ નથી. સમૃદ્ધિના વિશાળ સુખના અનુભવી આવા વચને બેલે નહિં.”
મહામુનિ પ્રસન્ન વદને બેલ્યા–ભદ્ર, જ્યાં સુધી તમને સંય. મમાર્ગને અને તત્ત્વવિલાસને પૂર્ણ અનુભવ થયે નથી, ત્યાં સુધી તમારા હૃદયમાં આ વિચાર આવે છે, પણ જ્યારે સંયમ અને તત્વ ના સ્વરૂપનું તમને ભાન થશે, ત્યારે આવા હાનિકર્તા વિચારે પ્રગટ થશે નહિં.
તાપસે પુન પ્રશ્ન કર્યો, “મહારાજ, દરેક ઉત્તમ મનુષ્ય કાંઈ પણ લાભ મેળવવાને પ્રવૃત્તિ કરે છે. તે તમારી આ સંયમને વિષે પ્રવૃત્તિ કેવા લાભને માટે છે? સંયમ સાધવાથી શું લાભ થાય? અને તેથી સાધકને શારીરિક તથા માનસિક શે લાભ સંપાદન થઈ શકે?
મહા મુનિ પ્રસન્ન થઈને બેલ્યા–“તાપસ, સંયમથી શારીરિક અને માનસિક જે લાભ થાય છે, તે લાભ બીજા કેઈથી પણ થઈ શકે તેમ નથી. તમે વૈભવથી જે લાભ મેળવવા ધારે છે, તેનેથી સંયમવડે લક્ષ ગણે લાભ મેળવી શકાય છે.
તાપસે ઈંતેજારીથી પુછયું, “ મહારાજ, સંયમથી તે શે લાભ મેળવી શકાય છે? તે બાબત સ્પષ્ટ કરીને સમજાવે. '
મુનિએ કહ્યું, “ભદ્ર, જે સંપત્તિ તથા વૈભવને તું ઈચ્છે છે તે પરિણામે દુઃખદાયક છે, સંપત્તિ અને વૈભવથી પરિપૂર્ણ એવા મનુષ્યની ગુપ્ત ચિતા કેવી હોય છે? તેને તને અનુભવ નથી, તેઓ પિતાની સંપત્તિના રક્ષણ માટે સદા ચિંતાતુર રહે છે, સદા કાળ તેની ચિંતાથી તે શરીરને શેષવે છે. તેના કરતાં સંપત્તિ વિનાને માણસ જે સુખ મેળવે છે, તેવું સુખ તેને કદિપણું મળતું નથી. સંપત્તિવાળા માણસના જ્યારે શરીર અને મન બંને ચિંતાતુર રહે, ત્યારે તેને સંપત્તિ શા કામની? હદય નિશ્ચિત રહે અને મને વૃત્તિ ઉપર કઈ જાતની ચિંતાને ભાર હેય નહિં, ત્યારે જ માણસ સુખી થવાને લાયક થાય છે. જો તમે તેવી સંપત્તિને માટે આવું છુ સાધ્ય તપ આચરતા હતા, તે તમારી બેટી ભુલ છે. આ જગમાં ઉત્તમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com