Book Title: Jain Shashikant
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 307
________________ વિસ્મરણ. ૩૦૫ ‘ટલી અથવા તેથી પણ વધારે વિસ્મરણની કળા શીખવાની આપણે અગત્ય છે. વિસ્મરણની કળ ન જાણવાથી આજે ઘણુ મનુષ્ય દુખી તથા પરિતાપને સહન કરતાં દષ્ટિએ પડે છે. આ આ સંસારમાં જે પ્રસંગે આપણને અપ્રિય છે જે વસ્તુને સંભારવાથી અથવા ચિંતન કરવાથી આપણું હૃદય સંતાપવડે પ્રજ્વલિત થાય છે આ સર્વ પ્રસંગે અને પદાર્થો મનુષ્ય વિસરી જવા જોઈએ. એવા પ્રસંગેનું વિમરણ કરવાથી આત્માને સુખ પ્રાપ્ત થાય છે. સંસારને અંગે કોઈપણ કુસંગથી અથવા કેઈ કુગુરૂના ઉપદેશથી આ પ્રમાણે દુરાચાર સેવ્યા હય, કોઈને અપ્રિય વચને કહ્યાં હોય અને કેઈનાં દીલને દુભાવ્યાં હોય, એ પ્રસંગે સમરણમાં રાખવાના કરતાં વિસ્મરણ કરવાથી વધારે લાભ છે. એમ કેટલાએકની માન્યતા છે. તથાપિ જે નઠારા પ્રસંગે આપણા પ્રમાદથી કે ગફલતથી થયા હોય, તેને સમરણ કરવાની પણ આવશ્યકતા છે, એમ કેટલાએક કહે છે. પણ આ વાત અધિકાર પરત્વે છે. નઠારા પ્રસંગે ને અનુભવનારે માણસ જે ઉત્તમ પ્રસંગમાં જોડાયેલા હેય, અથવા તેના મનના પરિણામ ઉત્તરોત્તર શુભ માગે પ્રવર્તતા હોય તે તેવા માણસે પછી તે નઠારા પ્રસંગોને સ્મરણમાં રાખવાની જરૂર નથી. કારણકે, તેવા માણસને નઠારા પ્રસંગેનું સ્મરણ શુભ પરિણામને ભંગ કરનારું થઈ પડે છે અને તેથી તેને ઘણુજ હાનિ થવા સંભવ છે. જે અધિકારી એ હોય કે જેણે નઠારા પ્રસંગે અનુભવ્યા હોય, પણ જે તે શુભ પરિણામી ન હોય, તે તેણે તેવા પ્રસંગનું વારંવાર સ્મરણ કરી હદયમાં પશ્ચાતાપ કરે જોઈએ. એથી કરીને તે શુભ પરિણમી થઈ શકે છે. જે આ સંસારનો ત્યાગ કરી ચારિત્રધારી થયે હેય, તેણે સં સારને લગતા વિષપગ તયા ગૃહાવાસમાં પિતે અનુભવેલા ગુમ સુખ પુનઃ સ્મરણ કરવાંન જોઈએ; એના મરણથી વખતે મને વૃત્તિ વિકારી બની જાય છે અને તેથી ચારિત્રને ભંગ થઈ જાય છે. આવા હેતને લઈને મહાનુભાવ જિનભગવંતે પિતાની સૂત્રવાણીમાં કહ્યું છે કે, “ચારિત્રધારી સાધુએ પિતાના દેશને, નગરને, અને સગાસંબંધીઓને પ્રસંગ ન રાખ.” કારણકે, એ સર્વના પ્રસંગથી S K.-૩૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318