Book Title: Jain Shashikant
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 304
________________ ૩૦૨ જૈન શશિકાન્ત. છે. હવે હું મારા અજ્ઞાન તપના અંધકારમાંથી મુક્ત થવા તૈયાર થયે છું મેં મહાન કષ્ટ વેઠીને આજસુધી ઉગ્ર તપ કર્યું, તે મારી મનની નિર્મળતા હતી, એવું મારા જાણવામાં આવ્યું છે. આ બધે મારા અવિવેકને પ્રભાવ હતું, અને તે અવિવેકે મારા મનને કામનામાં આસક્ત કરી દીધું હતું. હવે મારા હૃદયમાં વિવેકને વિલાસ પ્રગટ થવાથી દેહ અને આત્મા જુદા જુદા છે, એવી મને પુર્ણ પ્રતીતિ થઈ છે. ઇક્રિયેના વિષનું ભેગસ્થાનરૂપ આ દેહ છે અને તેને માં મમત્વ રાખી વર્તવું, તે ખરેખરૂં અજ્ઞાન છે. એમ અજ્ઞાનને વશ થઈ મેં મારા હૃદયમાં સકામવૃત્તિ ધારણ કરી હતી. હે મહાનુભાવ, આપે મારા ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. આપના ઉપકારથી વિવેકરૂપ અમૃતનું સિંચન મને પ્રાપ્ત થયું છે. મારા હૃદયનું, મારા વચનનું, અને મારી કાયાનું શુદ્ધ સ્વરૂપ મારા સમજવામાં આવ્યું છે. મારી ઈદ્રિયએ મારા મનની સહાય લઈ મને સકામવૃત્તિમાં ધક્કે હતે અને તેથી મેં આ દેહને વૃથા કષ્ટ આપનારૂં મહાતપ આચર્યું. હતું, એ બધી બાબત મારા વિવેકીજ્ઞાનથી મારા સમજવામાં હવે આવ્યું છે. ” આ પ્રમાણે કહી તે તાપસ મુનિના ચરણમાં પડે અને પિતાને દીક્ષા આપવાની મુનિને વિનંતિ કરવા માંડી. તાપસને આવે. આગ્રહ જોઈ મહામુનિ બેલ્યા— ભદ્ર, તારામાં વિવેકનું સ્વરૂપે પ્રગટયું છે, એવી મને તારા ભાષણ ઉપરથી ખાત્રી થાય છે. હવે હું તને ચારિત્ર આપીશ. મેં આપેલા ચારિત્રથી તારા આત્માને વિષેષ ગુણ પ્રાપ્ત થશે. જો કે, વિ. વેકના વિલાસથી તું હવે ચારિત્ર રત્નને સાચવવાને સમર્થ થયે છું, તથાપિ પુન તારામાં એ પવિત્ર વૃત્તિ જાગ્રત રહે તેવા હેતુથી હું તને જે બેધ આપું, તે તે ગ્રહણ કરજે. પ્રથમ તું આત્મા અને દેહને ભિજ માનજે અને તેમના જુદા જુદા ધર્મ સમજી તારી મનોવૃત્તિને તેમની તરફ પ્રવર્તાવજે. આમાને અનુગ્રડ પ્રાપ્ત કરવા આમાવ. લંબી થજે. આત્મામાં શ્રદ્ધા રાખી આત્માને જ આશ્રય લેજે. વિષ યેની આસક્તિ ત્યજી અને વિષયનું ચિંતન છોડી આત્મ સ્વરૂપનું મનન કરજે. જ્યારે તું વિવેક પૂર્વક આત્માના સ્વરૂપને જાણીશ એટલે તારા હૃદયમાં આત્માના ગુણને પ્રકાશ પડશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318