________________
૨૯૬
જૈન શશિકાન્ત. સમર્થ થાય છે.”
હે ભદ્ર, આ મહાનુભાવ યશવિજ્યજીના લેકને અર્થ હદય માં સ્થાપિત કરી ચારિત્ર લેવાની ઈચ્છા રાખજે. વિવેક વિના સંય. મ સતેજ થઈ શકશે નહીં” તેમના આવા વચન સાંભળી દેવચંદ અને કર્મચંદ બંને સમજી ગયા હતા પછી તેમણે ગુરૂને ભક્તિથી વંદના કરી ભિક્ષા આપી એટલે તે મહાનુભાવ તેમને ધર્મલાભની આશિષ આપી પિતાને સ્થાને ચાલ્યા ગયા હતા.
ત્યારથી દેવચંદ સંયમ જાધવાને વિશેષ ઉત્સુક થયો હતે. ૫ છી કેટલેક દિવસે કોઈ મહાત્મા મુનિને વેગ થવાથી તેણે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તે વખતે તેણે પોતાના મિત્ર કર્મચંદને કહ્યું કે, “મિત્ર, હવે હું બીજા જીવનમાં પ્રવેશ કરું છું. મેં આજ સુધી તારે ઘેર રહી જે તને શ્રમ આપે છે, તેને માટે હું તને ખમાવું છું. આ જગતમાં તારા જેવા ઉપકારી મિત્ર થોડા હશે. વળી મારે તને કહેવું જોઈએ કે, તારા હૃદયમાં જે એ સિદ્ધાંત છે કે, “વ
માનકાળે સંયમને માર્ગથી ગૃહાવાસમાં સારી રીતે ધમધન થઈ શકે છે.” આ સિદ્ધાંતને તું હદયથી દૂર કરીશ નહીં કારણકે, હાલ તારે અધિકાર તે પ્રમાણે વરવાને છે. અને તારે ગૃહાવાસ એ અનુકુલ છે કે, તું ગૃહાવાસમાં સારી રીતે ધર્મારાધન કરી શકીશ માટે તારી સમક્ષમાં કહેવું જોઈએ કે તારા ઘરમાં જે શ્રાવિકા છે તે ધર્મારાધન કરવામાં સહાયભુત થાય તેવી છે. મને તમારા ગૃહાવાસમાં રહીને એટલા બધા અનુભવ થયેલ છે કે, તમારા સંદ ગુણ શ્રાવિકા તમારા ગ્રુહ - સંસારમાં આભુષણ રૂપ છે. તે તેમને ધર્મસાધનામાં અને છેવટે આમ સાધનમાં ઉપયોગી થશે. ભદ્ર, જયારે તમારામાં વિવેકનું સ્વરૂપે પ્રગટ થશે એટલે તમે ચારિત્ર ધ ર્મને માન આપવા તત્પર થશે. તે વખતે તમારા સંયમરૂપ અશ્વને ઉત્તેજિત કરનાર વિવેક તમને ચારિત્ર ધર્મને અધિકાર આવશે. એટલે તમે પોતે જ મારી જેમ સંયમ માર્ગને પક્ષવારી થશે.”
આ પ્રમાણે કહી દેવચંદ દીક્ષિત થઈ તે મહાત્મા મુનિની સાથે વિહાર કરી ચાલી નીકળે હતે. પછી કર્મચંદ પોતાના ગ્રહ વાસમાં ચિરકાળ રહે હતે. અનુક્રમે તેને એક પુત્ર થયું હતું. પુત્ર જ્યારે યોગ્ય વયને થયે. ત્યારે તે કર્મચંદના હદયમાં વિવેક વિલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com