________________
જૈન શશિકાન્ત.
નમેદન છે. એ વિવેક્તત્વનું સ્વરૂપ યથાર્થ જાણવાથી અધ્યાત્મ મા ર્ગમાં સારો પ્રકાશ પડતો હશે, માટે તે સ્વરૂપ અમને સ્પષ્ટ કરી સમજાવે.
ગુરૂ–પ્રિય શિષ્ય, આ જગતમાં જીવ અને કર્મ તથા દેહ અને આત્મા–એવા જુદા જુદા પદાર્થો મનાય છે તે પદાર્થોને જુદા જુદા કરી સમજવા. તે વિવેક કહેવાય છે. જીવ અને કર્મ જેમ દુધ અને પાણી મળે. તેમ મિશ્ર થઈને રહેલા છે. તેમને જુદા કરી સમજવા, તે વિવેક કહેવાય છે જેમ હંસ દૂધ તથા પાણીને જુદા પાડી શકે છે, તેમ જે શદ્ધ ચારિત્ર ધર્મવાળા મુનિ હોય તે જીવ અને ક મને જુદા કરી સમજે છે અને સમજાવે છે એવા મુનિને શાસ્ત્રકારે હંસની ઉપમા આપે છે. એ વિવેકી મુનિહંસ પિતાના જીવનમાં ઉ.
ચ્ચ સ્થિતિમાં આવી શકે છે અને અધ્યાત્મ રસને અનુપમ સ્વાદ સંપાદન કરી શકે છે તેથી દરેક આત્માથી મુનિઓએ તેમજ ગૃહસ્થ એ એ વિવેક ધારણ કરવો જોઈએ તે ઉપર એક સંક્ષિપ્ત દ્રષ્ટાંત છે.
કેઈએક આસ્તિક અને અધ્યાત્મ વિદ્યાનો અભ્યાસી પુરૂષ કે ઈ વનમાં સ્વેચ્છાથી ફરતે હતે. તે ફરતાં ફરતાં આત્મસ્વરૂપનું જ ધ્યાન કરતે અને તેને જ વિચાર કરતા હતા, તેવામાં કે ઈ મહાત્મા તે માર્ગે પ્રસાર થતા તેના જેવામાં આવ્યા, મહાત્માને જોતાંજ તે પુ રૂષ હદયમાં પ્રસન્ન થઈ ગયા અને તેમની પાસે આવી તેણે વિનયથી વંદના કરી. તેના હૃદયની ભાવના જાણી મહાત્માએ પુછ્યું,
ભદ્ર, તું કોણ છે? અને આ અણ્યમાં શામાટે ભમે છે? તેણે ઉત્ત ૨ વિનયથી આપે–મહાનુભાવ, હું શ્રાવક છું. અધ્યાત્મ વિદ્યાને ઉપાસક છું. અહિથી છેડે દૂર આવેલા એક નગરમાં મારે વાસ છે થોડા દિવસ પહેલાં કઈ જૈન મુનિ અમારા નગરમાં આવી ચડ્યા હતા. તેમના સમાગમને મને સારે લાભ મળ્યો હતે. તે મહાત્મા ના મુખથી હું હંમેશાં અધ્યાત્મ વિદ્યાનું શ્રવણ કરો અને અભ્યાસ કરતું હતું. મારા હદયની કેટલીએક શંકાઓ તે મુનિરાજે દૂર કરી હતી. તે મહાત્મા કેટલાએક દિવસ સુધી અમારા નગરમાં રહી છેડા દિવસ પહેલાં વિહાર કરી ચાલ્યા ગયા છે. ગઈ કાલે અધ્યાત્મ વિદ્યાનું વાંચન કરતાં કેઇ રથળે મારા વાંચવામાં એવું આવ્યું કે, “ આ જ ગતમાં દરેક મનુષ્ય સુલભ અને દુર્લભ વસ્તુ જાણવી જઈએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com