________________
વિવેક. ને દઢ થયેલ છે. હું આશા રાખું છું કે, તું મને તે કાર્યમાં સહાય ભૂત થઈશ. ”
દેવચંદના આવા નિશ્ચિત વચને સાંભળી કર્મચંદ બે – “મિત્ર, તારી શુભ ઇચ્છાને નિરોધ કરવા હું ઈચ્છતો નથી, તથાપિ તારે તે વિષે દીર્ઘ વિચાર કરવાનું છે. સાહસ કરીને મુનિધર્મના વિકટ માર્ગમાં પ્રવેશ કરે નહીં. સુજ્ઞપુરૂષે લો વિચાર કરી દરેક કામ કરવાનું છે. કારણકે, સાહસવડે કરેલા કામથી આખરે પશ્ચાત્તાપ થાય છે. જે તારે એ વિષે દઢ વિચાર હોય તે આપણે કોઈ વિદ્વાન અને શુદ્ધ ચારિત્રધારી મુનિને પુછી જોઈએ. પછી તું તારા વિચારને સફળ કરજે.”
આ પ્રમાણે બંને મિત્રે વાતચિત કરતા હતા, તેવામાં જાણે દેવચંદના પૂર્વપુયે પ્રેરેલા હોય તેવા કોઈ મહામુનિ કર્મચંદને ઘેર ભિક્ષા લેવાને આવી ચડ્યા. મુનિને આવેલા જોઈ તે બંને મિત્રે પ્ર. સન્ન થઈ ગયા. તરત તેઓ તેમની પાસે આવ્યા અને મસ્તકથી વંદન કરી તેમની સન્મુખ ઉભા રહ્યા. મુનિને સુખશાતા પુછી દેવચંદ બેભે—“મહાનુભાવ, જેમ તૃષાતુરને અમૃત મળે અને સૂર્યના તાપથી પરિતપ્ત થયેલાને વૃક્ષની છાયા મળે, તેવી રીતે અને આ પને સમાગમ થયેલ છે. હવે આપ કૃપા કરીને અમારા મનની સં. ક દૂર કરો. અમે બંને મિત્રોની વચ્ચે એક વાતને સંદેહ ઉત્પન્ન થયેલા છે.”
તેમના આવા વચન સાંભળી તે મહામન પ્રસન્ન થઈને બોવ્યા–“ભદ્ર, તમારા મનમાં થી શંકા ઉત્પન્ન થઈ છે? શંકજ ને નિઃશંક કરવા એજ અમારું કર્તવ્ય છે.”
મુનિના આવાં વચન સાંભળી દેવચંદ –• ગુરૂમહારાજ, આ મારો મિત્ર કર્મચંદ કહે છે કે, વર્તમાન કાળે ચારિત્રધર્મ અંગીકાર કરવામાં લાભ નથી, કારણકે, તેમાં યથાર્થ રીતે ધર્મસા ધન થઈ શકતું નથી. તેના કરતાં ગૃહસ્થાવાસમાં ધમાંરાધન સારીરીતે થઈ શકે છે. માટે હાલ ચારિત્ર લેવું યોગ્ય નથી. અને મારે મને ત એ છે કે, “વર્તમાન કાળે પણ ચારિત્ર ધર્મ અંગીકાર કરવા યોગ્ય છે. ચારિત્ર ગ્રેડણ કર્યા સિવાય સારી રીતે ધમરાધન થઈ શકતું નથી, કારણ કે, સંસારીજીવ રાસારની અનેક ઉપાધિને લઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com