________________
૨૦
જૈન શશિકાન્ત.
તાપણુ તે સદાકાળ અશુચિ રહેવાનુ છે. જે પુરૂષ તેવા અશુચિ શરીરને શુચિ કરવા પ્રયત્ન કરે, તે પુરૂષ ખરેખરો મૂર્ખ અને ભ્રમિત છે. તેને માટે એક સુભાષિત સ્મરણીય છે. જો તુ એ સુભાષિત તારા હૃદયમાં સ્થાપિત કરીશ તે તારી આ મૂર્ખતા અને તારો ભ્રમ દૂર થઈ જશે. ’
શિવકર મહાત્માને સક્ષિપ્ત ઉપદેશ સાંભળી હૃદયમાં જરા આદ્ર થયા હતા. તેથી તેણે મહાત્માને વિનયથી પ્યુ—“ મહારાજ, તમારા ઉપદેશથી મારા હૃદય ઉપર સારી અસર થઈ છે. આ શરીર સદા અશુચિથી ભરેલુ છે અનેતેની અંદર પવિત્રતા રાખવાના પ્રયન કરવા, એ ખરેખરી મૂર્ખતા છે. મે' આજદિનસુધી એવી મૂર્ખતા ધારણ કરી હતી. હવે હું બરાબર સમજ્યા છું અને કદ્ધિપણુ એવી મૂર્ખતા કરીશનહીં. મહાત્મન, આપ તેને માટે જે સુભાષિત કહેશે, તે હું મારા હૃદયમાં સદા સ્થાપિત કરી રાખીશ અને આજથી પવિત્રતાને આડંબર છેડી દઇશ.”
શિવકર બ્રાહ્મણુની આવી શુદ્ધ મનેાવૃત્તિ જોઈ તે મહાત્મા નીચે પ્રમાણે લેાક ખેલ્યા—
44
शुचिन्यशुचिकर्त्तुं समर्थेऽशुचिसनवे ।
हे जलादिना शौचमो मूढस्य दारुणः " ॥ १ ॥
''
“પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરવાને સમર્થ અને અશુચિથી જેની ઉત્પત્તિ છે, એવા દેતુને વિષે જળ વિગેરેથી પવિત્ર કરવાના દારૂણ શ્રમ મૃઢ પુરૂષને હોય છે, ”
મુનિવરના મુખથી આ સુભાષિત સાંભળી શિવકર પ્રસન્ન થઈ ગયા અને તેણે તરત તે સુભાષિત કઠસ્થ કરી લીધા, પછી તે મહુાત્માના ઉપકાર માની તે બ્રાહ્મણ ત્યાંથી પેાતાને સ્થાને ચાલ્યું ગયા અને મહાત્મા પેાતાના ઉદ્ધિ પ્રદેશમાં વિચરી ગયા.
હું વિનીત શિષ્યા, આ દૃષ્ટાંત ઉપરથી તમારે ઉત્તમ એધ લેવાના છે. અને એ એધના પ્રભાવથી તમે તમારી મનેાવૃત્તિમાં વૈશગ્યભાવ ધારણ કરી શક્શે. પણ આવા આધ કયારે પ્રાપ્ત થાય છે? એ જે તમારા હૃદયમાં વિચારશે, તે તમને નિશ્ચય થશે કે, વિદ્યાતત્ત્વનુંસ્વરૂપ સારી રીતે સમજવાથી એ બેધ સ્વતઃ પ્રાપ્ત થઈ શકશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com