________________
વિદ્યા.
૨૮૩ ગુરૂના આવાં વચન સાંભળી તે બને શિષ્ય હૃદયમાં અત્યંત પ્રસન્ન થઈ ગયા. અને ભક્તિભાવથી નમ્ર થઈ તેમણે ગુરૂને વંદના કરી.
ગુરૂ–પ્રિય શિષ્ય; આ તમારી જેવી મારી તરફ ભક્તિ છે, તેવી વિદ્યાતવ ઉપર ભક્તિ થજે. જેથી તમારા આત્માને ઊદ્વાર થઈ જાય. એ વિદ્યાતવના પ્રભાવથી તમે તમારા આત્મબંધનમાંથી મુક્ત થઈ શકશે.
આ ગૃહસ્થ શિષ્યને મારે ખાશ કહેવાનું છે કે, આ સંસારમાં તેને દેહ, ઘર અને ધન વિગેરેમાં મમત્વ ન રાખવું, તેની તે મમત્વ બુદ્ધિતેને પાશના બંધરૂપ થઈ પડશે. તેથી એવા બંધનમાંથી આત્માને મુક્ત કરે. જ્યાં સુધી આત્મા તેવા બંધનમાંથી મુક્ત થયેલે નહીં હોય, ત્યાંસુધી તે પિતાને જ બંધનરૂપ થતે જશે. શરીર, ધન, ઘર, પુત્ર અને સ્ત્રી વિગેરેમાં જે મમત્વ બુદ્ધિ રાખવી, તે આત્માને બંધ ની રજજુ રૂપ થઈ પડે છે. બીજો લાકિક પાશતે બીજાને બંધરૂપ થાય છે અને આ મમત્વને પાશ તે તેનાંખનારને જ બંધરૂપ થઈ ૫ડે છે. તેથી સર્વ ઉત્તમ છે એ આત્માના ગુણ સિવાય અન્ય પદાર્થોને વિષે મમત્વ બુદ્ધિને ત્યાગ કરે જોઈએ. આ વિદ્યાતત્વનું ફળ છે. એ તત્વનું ફળ સંપાદન કરવાથી પરસ્પર યુદ્ધ એવા પદાર્થોના અસંક્રમ રૂપી ચમત્કારને પંડિત ચિત માત્ર પરિણુમથી અનુભવે છે. એવા અનુભવી પુરૂષ જે ખરેખરા જિનાગમના પંડિત કહેવાય છે અને જેઓ એ અભુત ચમત્કારને જાણતા નથી તેઓ ધન કુટુંબવિગેરે પદાર્થોમાં મમત્વ રાખી અજ્ઞાનને વશ થઈ. યદ્વાતા બકે છે તેવા પુરૂષો વિદ્યાતના જ્ઞાનથી અત્યંત દૂર છે.
ગુરૂના આ વચન સાંભળી બંને વિનીત શિષ્યના આનંદને પાર રહ્યા નહિ. તેઓના શરીર રોમાંચિત થઈ ગયા અને તેમના ને. ત્રમાંથી આનંદની અશ્રુધારા ચાલવા લાગી. શિષ્યના આવા ઉત્તમ પરિણામ જોઈ સંતુષ્ટ થઈ ગયા. તેમના હૃદયમાં શિષ્ય તરફ અતિ પ્રેમ પ્રગટ થઈ આવ્યું. ગુરૂ ગંભીરવાણીથી બોલ્યા–પ્રિયશિખે, તમારી શુભ પરિણતિ જોઈ મારા હૃદયમાં અતિ આનંદ ઉત્પન્ન થાય છે. તમે ખરેખરા ગુરૂ ઉપદેશના પાત્ર છે. ઉપદેશની દિવ્ય અસર ત. મારા હૃદય ઉપર થઈ જાય છે. તમારી મને વૃત્તિ ઉપર અવિદ્યાની છાપ પડી નથી, એમ તમારું પ્રવર્તન સૂચવી આપે છે. એથી તમને વિદ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com