________________
*
છે .
*
ht
*
*
AFA
S
.
પંચવારિશત્ બિંદુ—વિદ્યા
ત
ti
–ભગવાન, આપના મુખ કમળમાંથી મિાન એ શબ્દને અને તેના યથાર્થ અર્થને પ્રતિપાદન કરનારી
જે વાણી પ્રગટ થઈ, તે અમને સુધા સમાન લાગી હwiઈ છે. તમારી એ દિવ્યવાણીએ અમારા અંતરમાં સારી
અસર કરી છે. એ વાણીના પ્રકાશથી અમારું અજ્ઞાન અંધકાર દૂર થઈ ગયું છે. તેના નિર્મલ કીરણો અમારા હદયપ્રદેશને પ્રકાશિત કરી આંતરતત્ત્વ દર્શાવે છે. મહાનુભાવ, આજે અમે સર્વરીતે કૃતાર્થ થઈ ગયા છીએ. અમારા હૃદયની શંકાઓ હદયમાંથી દૂર થઈ ગઈ છે. અને હદયના પ્રદેશની અંતવૃત્તિ ઉઘડી ગઈ છે. હવે કૃપા કરી કે ઈ બીજા ઉત્તમ વિષયને ઉદ્દેશી અમને તમારા ઉપદેશામૃતનું પાન કરાવે.
ગુરૂ–જે વિનીતશિખે, તમને માનધર્મને ઉપદેશ સંભળાવતાં, મારા મનમાં એક નવી વાત ફરી આવી છે, તે તમારે ધ્યાન દઈને સાંભળવા જેવી છે. આ જગતમાં વિધાના નામથી જે વસ્તુ ઓળખાય છે, તે તમારા જાણવામાં હશે. પણ તે વિદ્યાનું ખરું સ્વરૂપ શું છે? અને અધ્યાત્મવિદ્યાની સાથે તેને શું સંબંધ છે? તે વિષે વિદ્વાનપુરૂષે વિચાર કરવાનો છે. સામાન્ય લોકો તે વિદ્યાને અર્થ જ્ઞાન, ભણતર તથા અભ્યાસ કરે છે, અને તેને સાધારણ માને છે. પણ વિદ્યાને ખરે અર્થ તેટલેજ નથી, પણ ઘણો ગંભીર છે. આ જગમાં તત્વને વિષે જે બુદ્ધિ તેજ વિદ્યા કહેવાય છે. જગતુના બધા પદાર્થો પુદ્ગળિક હોવાથી તે તાત્વિક નથી, તેઓ બધા અતાત્વિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com