________________
૨૬૪
જૈન શશિકાન્ત. કે નહિ ? એ બધા વિચાર કર્યા વગર જે ભાવનાનું માહાભ્ય ઘટાડે છે, તે યથાર્થ અભ્યાસ ન કરનાર આલસુ વિદ્યાથી પરીક્ષા માં નિષ્ફળ થયે, જેમ તે પોતાના પરીક્ષકો તથા શિક્ષકોનો દોષ કાઢે તેના જેવું છે. ભાવના સાધવાને પ્રકાર ગશાસ્ત્રની સાથે સંબંધ ધરાવે છે. તેથી શ્રદ્ધા અને દઢતાથી ભાવેલી ભાવના આંતરતત્વના બળથી મનવાંછિત ધારણું સફળ કરવાને સમર્થ થાય છે. જ્યારે એવી ભાવના ભાવવી હોય, ત્યારે પ્રથમ અશ્રદ્ધા અને દઢતાને ત્યાગ કરે. આ જગના બીજ પદાર્થોનું ચિતન છેડી દઈ ધારણુને મનના વિષયમાં સ્થાપિત કરવી. અને બીજી બધી વાત છેડી દઈ આત્માને તે ધારણની સાથે સંલગ્ન કરે, પછી તમારું મન સ્થિર રહેશે. જેમાં સૂર્યના તડકામાં ઊભા ન રહેનારને સૂર્યનાં કિરણેનો સંબંધ થતું નથી, તેમ ઇચ્છિત ભાવના ઉપર સ્થાપિત કરેલા મનને બીજા કોઈપણ પદાર્થને સંબંધ થતું નથી. એટલે આત્મિક બળ તમારામાં પ્રગટ થશે. તે બળના વેગથી આરોગ્ય, વિજય અને સર્વ ઈચ્છિતાર્થ પ્રાપ્ત થશે. એટલું જ નહિ, પરંતુ આધ્યાત્મિક જીવન, જે વસ્તુતાએ ખરૂં જીવન છે, તે જીવનમાં કેવી રીતે પ્રવેશ કરે ? તેની કળા આવડશે.
પૂર્વકાળે ભાવનાના બળથી જૈન મહર્ષિઓ, તપસ્વિઓ અને વિદ્યાધરે સર્વ પ્રકારની ધારણુ પાર પાડતા હતા. નિદાન (નીયાણું)બાંધવાની ચેજના પણ ભાવનાને લઈને થતી હતી. નિદાન પ્રમાણે કાર્ય સિદ્ધિ થવાના અનેક દૃષ્ટાંતે આપણું આહંત શાસ્ત્રમાં પ્રખ્યાત છે. અધમ નિદાનનું બંધન ઉત્તમ ગતિનું વિરોધી હતું, તથાપિ કાર્ય સિદ્ધિ કરવામાં તે એક ઉત્તમ સાધન હતું, એમ તે કહેવું પડશે.
પ્રિય શિષ્ય, સાધુ અને સંસારીને પિતપિતાની ધારણા સફળ કરવાને ભાવને ખરેખરૂં સાધન છે. તે વિષે એક શ્રાવકુમારનું બેધ લેવાયેગ્ય દષ્ટાંત છે–તે તમે સાવધાન થઈને સાંભળે–
અનુપ દેશમાં શિવ નામે એક શ્રાવકકુમાર છે, તેનું કુટુંબ સામાન્ય સ્થિતિવાળું હતું, પણ તે કુલીન હતું. એ કુટુંબમાં શિવ ને જન્મ થયો છે. શિવ જયારે એગ્ય વયને થયે, ત્યારે તેના હદયમાં સારા સારા વિચાર પ્રગટ થવા લાગ્યા હતા. તે વય અને સ્થિતિમાં સાધારણ છતાં તેના હદયના વિચારે અસાધારણ હતા. પૂર્વના
૧ અનપદેશ–કચ્છદેશ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com