________________
દર
જૈન શશિકાન્ત, ગુર–પ્રિય વિનીત શિષ્ય, તે કરેલો પ્રશ્ન ગૃહસ્થ અને સાધુ બંનેને ઉપગી છે, તેથી સાવધાન થઈ તેનું સમાધાન સાંભળઆહત શાસ્ત્રમાં ભાવના એ એક ઘણે અગત્યનો શબ્દ છે. તે શબ્દનો અર્થ હૃદયનો નિશ્ચય થાય છે. કેઈપણ બાબત વિચારમાં લાવી, તેને નિશ્ચય કર, એ ભાવના કહેવાય છે. એ ભાવનાનું સ્વરૂપ વિષય પર જુદું જુદું થાય છે. તે અર્થને જણાવવાને જુદા જુદા વિચારના નિશ્ચય કરવા, હૃદયમાં ભાવવું—એ ભાવના અને તેના બાર પ્રકાર બતાવેલા છે. વસ્તુતાએ ભાવના અકજ છે, પણ બુદ્ધિના નિશ્ચય ઉપરથી તેના જુદા જુદા ભેદ બતાવ્યા છે. જેવી ધર્મના સંબંધે બાર ભાવના કહેલી છે, તેવી રીતે સાંસારિક સંબંધી પણ કેટલીએક ભાવના કહેલી છે. તેના પણ જેટલા પ્રકાર પાડવા હોય, તેટલા પાડી શકાય તેમ છે.
ભાવનાની સાથે શ્રદ્ધાવાળા અંતઃકરણની જરૂર છે. શ્રદ્ધાવાળું અંતઃકરણ બે ચાર ક્ષણ ભાવના કરે છે, તે પણ તેનું ફળ તત્કાળ જણાયા વિના રહેતું નથી. એથી ઉલટું સંશયવાળું તથા અશ્રદ્ધાથી યુક્ત અંત:કરણ લાંબા કાળ ભાવના કરે છે, પણ તે ભાવનાનું ફળ તેના અંત:કરણમાં જામતું નથી. જેમ સુકા લાકડા તરત સળગે છે અને લીલા લાકડા કેમે કરતાં સળગતાં નથી, તેમ શ્રદ્ધાવાળા અંત:કરણમાં ભાવનાનું ફળ તત્કાળ પ્રગટેલું અનુભવવામાં આવે છે, અને અશ્રદ્ધાળુ અંત:કરણમાં તેવી રીતે અનુભવવામાં આવતું નથી.
ભાવના એ પરમતત્વ સાથે સંબંધ કરવાની ક્રિયા છે. અને તેથી કરીને ભાવના કરનારમાં શ્રદ્ધાની પૂરેપૂરી અગત્ય છે. શ્રદ્ધા વિના ભાવના યથાર્થ થતી નથી, અને ભાવના વિના કોઈપણ કાર્યની સિદ્ધિ થતી નથી. ભાવનાને સંબંધ જેવી રીતે પરમતત્વની સાથે છે, તેવી રીતે બીજા કાર્યોની સાથે પણ તેને સંબંધ થઈ શકે છે, પણ પરમતત્વના સંબંધને લઈને તે કાર્યો સિદ્ધ થાય છે. જો ભાવના ફળ પ્રગટાવે છે કે કેમ? તેને અનુભવ કરે હોય તે, જે વિધિથી સાંધેલી ભાવના ફળને ઉત્પન કરે છે, તે વિધિથી ભાવનાને સાધો. ભાવના કનારે પ્રથમ અશ્રદ્ધાને ત્યાગ કર જોઈએ. “આ કામ કરવાથી કાંઈ થવાનું નથી.” એવી અશ્રદ્ધાને ત્યાગ કર જોઈએ. પણ અહિં એટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com