________________
જૈન શશિકાન્ત. ગુરૂ–પ્રિય શિવે, તમારા હૃદયમાં જે જિજ્ઞાસા હોય, તે પ્રગટ કરે એટલે તે વિષય ઉપર હું યથાશક્તિ વિવેચન કરીશ.
યતિશિષ્ય–ગુરૂવર્ય, જ્યારે હું વ્યાકરણ ભણતા હતા, ત્યારે મુનિ શબ્દની વ્યુત્પત્તિ મારા વાંચવામાં આવી. તેમાં એવું લખ્યું હતુંકે, “મનન રીલ મુનિજેને મનન કરવાને સ્વભાવ હોય, તે મુ ન કહેવાય છે. એ શબ્દ વાંચ્યા પછી ન શબ્દ મારા વાંચવામાં આવ્યું, તેમાં મુનિનું કર્મ અથવા મુનિ સંબંધી તે ર્માન એમ લખેલું હતું. આ ઉપરથી મેં તે વખતે ઘણે વિચાર કર્યો હતે, પણ તે વખતે મારામાં અલબેધ હોવાથી તે વાત મારી બુદ્ધિમાં ગ્રાહ્ય થઈ નહિ. પછી તે વિષેને પુનવિચાર કરવાને મરણ થયું નહિ. આજે આપને ઉપદેશ સાંભળી તે વાત મારા સ્મરણમાં આવી છે, માટે આપ કૃપા કરી તે વિષે સ્પષ્ટ કરી સમજાવે. મન એટલે શું? મૈન એ શબ્દને સંબંધ મુનિની સાથે કેવી રીતે છે? અને મનને ખરે અર્થ શું છે? તે જાણવાની મારી પ્રબળ ઈચ્છા છે.
યતિશિષ્યને આ પ્રશ્ન સાંભળી ગુરૂને અંતરાત્મા પ્રસન્ન થઈ ગયે. તેઓ પ્રસન્નવદને બોલ્યા–હે વિનીતશિષ્ય, આ તારો પ્રશ્ન ઘણે જ ઉપયોગી અને આપણુ મુનિજનને મનન કરવા ગ્ય છે. તે એકચિતે સાંભળ.–
જેને મનન કરવાને સ્વભાવ હોય, તે મુનિ કહેવાય, એ બુત્પત્તિ યથાર્થ છે. હવે તેને મનન કરવાનું શું છે? તે વાત જાણવાની છે. આ ચાદ રજજુપ્રમાણે જગમાં પાંચ અસ્તિકાય વગેરે જે તત્વ છે, તેને જે માનવું તેજ મનન કરવાનું છે. એવું જે મુનિત્વ તે મૈન કહેવાય છે. એ માન રાખવામાં આત્મ સ્વભાવની ઉપાદેયતાને વિષે ઉપયોગ રહે છે, અને તે ઉપગની પરિણતિનું અવસ્થાન તેજ સમ્યકત્ત્વ છે. સમ્યગૂ દર્શને કરી હેય તથા ઉપાદેયને વિભક્ત કરી ઉ. પાદેયને વિષે રમણ કરવાનો સ્વભાવ તે મૈનનું સ્વરૂપ છે. એથી સ
મ્યકત્ત્વ અને મનનું ઐકય થાય છે. એવામાનને પ્રાપ્ત થયેલે આત્મા પિતાના આત્માવડે આત્માને શુદ્ધ જાણે છે–અર્થાત અસ્તિત્વ, વ. સ્તુત્વ, દ્રવ્યત્વ, સત્વ, પ્રમેય અને સિદ્ધત્વ વગેરે ધર્મવાળા જીવના શુદ્ધરૂપને એટલે સર્વ કર્મનલથી રહિતપણાથી નિર્વિકારી જાણે છે. તે માટે પૂર્વે કહેલ સમ્યકત્ત્વ અને મનની એક્તા તે વધારે નજીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com