________________
નિસ્પૃહતા.
૨૫૭ અનાત્મરતિ કહેવાય છે. પુદગલાનંદ એ ઉચ્છિષ્ટ વસ્તુને આનંદ છે, અને ઉચ્છિષ્ટ વસ્તુને આનંદ ચાંડાળને હોય છે. તે ચાંડાલીની સાથે રહેનારી સ્પૃહા પણ ચાંડાલી છે. પૃહાને તેની સાથે પૂર્ણ સંબંધ છે. કેઈપણ બાબત સ્પૃહા વિના બનતી નથી. આ સ્પૃહારૂપ ચાંડાલીને પિતાના હૃદયરૂપ મંદિરમાં રાખનારા ઘણુ પુરૂષે મારા જેવામાં આવે છે, તેથી કેઈને દીક્ષા આપવાની મારી ઈચ્છા થતી નથી. ભદ્ર, તારી ઈચ્છા દીક્ષા લેવાની છે, પણ તારા હદયગૃહમાં સ્પૃહારૂપી ચાડાલી છે, તે વાત મારા જાણવામાં આવી છે. જે એ સત્ય હોય, તે સ્પછું કહી આપ.
મુનિનાં આવાં વચન સાંભળી સર્વ પર્ષદા સાનંદાશ્ચર્ય થઈ ગછે. અને તે મહાનુભાવની બુદ્ધિ જોઈ હદયમાં ચમત્કાર પામી ગઈ. પેલા શ્રાવકે ચણ ઉત્સાહથી જણાવ્યું,–“ભગવાન ! આપે જે કહ્યું, તે યથાર્થ છે. એ સ્પૃહા દરેક મનુષ્યના હૃદયમાં રહેલી છે, મારા હૃદયમાં પણ રહે છે. જયારે મેં આપને દીક્ષા આપવાની વિનંતિ કરી, ત્યારે મારા હૃદયમાં એ ચાંડાલી જાગ્રત થયા વિના રહી નથી. તે વખતે મેં એવી પૃહા રાખી હતી કે, જે હું દીક્ષા લઉં, તે પછી લેકેમાં મારી પ્રતિષ્ઠા વધે, હજારે શ્રાવકે મારા ચરણમાં વંદન કરે, એટલું જ નહીં, પણ જે હું પંન્યાસ, ગણી કે આચાર્ય બની જાઉં, તે જૈનશાસનને ઉદય કરું અને શ્રાવકોની પાસે હજારે રૂપીઆ ખર્ચાવી મેટા ઉત્સવે કરાવું. આવી આવી અનેક જાતની સ્પૃહા મારા હૃદયમાં ઉત્પન્ન થઈ હતી. મહાનુભાવ, આપે જે વચન કહ્યાં, તે યથાર્થ છે. નિ:સ્પૃહવૃત્તિથી ચારિત્રગ્રડણ કરનારા પુરૂષો વિરલા છે, અને એ એગ્ય પુરૂષ આપને મળ પણ મુશ્કેલ છે.”
તે શ્રાવકનાં આવાં સત્ય વચન સાંભળી મુનિ બેલ્યા–“ભદ્ર, તારી અમૃતવાણું સાંભળી મને વિશેષ સતેષ થયે છે. આ ઉપરથી મને ખાત્રી થાય છે કે, તે ચારિત્ર લેવાને એગ્ય અધિકારી છે. તારા જે સત્યવાદી પુરૂષ એ પૃહારૂપી ચાંડાલીને હદયગૃહમાંથી કાઢી મૂકવાને સમર્થ થઈ શકે છે. તું તારા પરિણામને સુધારવા પ્રથત કરજે. છેવટે તું એક ઉત્તમ ચારિત્રધારી સાધુ થઈશ.”
મુનિનાં આવાં વચન સાંભળી તે તરૂણ શ્રાવક હદયમાં ખુશી થયો અને તેણે મુનિને પ્રાર્થના કરી કે, “મહાનુભાવ, જયાં સુધી માsh, K.-૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com