________________
૨૫૪
જૈન શશિકાન્ત.
એવા જ્ઞાનરૂપી દાતરડાવડે કરી સ્પૃહારૂપ વિષલતાને છેદન કરનારા જૈનમુનિઓ આ જગતમાં સર્વરીતે વિજયી થયા છે.
અને શિષ્યા—ભગવન, આપે જે મુનિવર આન’વિજયનું દૃષ્ટાંત આપ્યુ, તેથી અમારા હૃદયમાં સારી ભાવના જાગ્રત થઇ છે. “આ જગમાં કાઇપણ જાતની સ્પૃહા અમને પ્રાપ્ત થશે નહિ.’ એવી ઉત્તમ ભાવના ભાવવાને અમારાં હૃદય ભાવિત થયાં છે. કૃપાનિધિ, હવે તેજ વિષય ઉપર અમને વિશેષ એધ આપવાની કૃપા કરો.
,,
શિષ્યાની આવી પ્રાર્થના સાંભળી ગુરૂ પ્રસન્ન થઈને ખેલ્યા—— હું વિનીત શિષ્યા, જે જૈનમુનિ મહામુનિ આન દિવજયની જેમ સ્પૃહાના સ્વરૂપને ઓળખી તેને ત્યાગ કરે, તેજ ખરેખર નિઃસ્પૃહ મુનિ કહેવાય છે. કાંઇ રીસથી વ્યાખ્યાન બંધ કરી નિઃસ્પૃહતા દાઁવનાર મુનિ નિઃસ્પૃહ કહેવાતા નથી. નિઃસ્પૃહતાના ગુણ ભાવની સાથે સંબંધ ધરાવે છે, કાંઇ દ્રવ્યની સાથે સંબંધ ધરાવતા નથી. નિઃસ્પૃહતાની સ્થાપના હૃદયની વૃત્તિમાં છે, કાંઇ બાહેરના કોઇ ભાગમાંનથી. હૃદયથી નિઃસ્પૃહતા રાખવી, એનું નામ નિઃસ્પૃહતા છે. ઉરથ ી નિઃસ્પૃહતા કહેવી, એ કાંઇ ખરી નિઃસ્પૃહતા નથી,
તે વિષે એક બીજું નાનુ' સુબોધક દૃષ્ટાંત છે. તે તમે સાવધાન થઇ સાંભળે-
કેઇએક જૈન મુનિ એકાકી વિચરતા હતા. હૃદયમાં જામેલા વૈરાગ્યથી તેમને કાઇના સ`ગ પસંદ ન હતા. સદા આત્મારામ થઇ અને આનંદમગ્ન રહી એકલાજ વિહાર કરતા હતા. એક વખતે તે મહાત્મા કોઇ ઉત્તમ અને આસ્તિક નગરમાં જઇ ચડયા. તે મહાનુ ભાવને આવેલા જાણી તે નગરના આસ્તિક શ્રાવકા એકડા થઈ તેમને વંદના કરવાને આવ્યા. શ્રાવક સમુદાય એ મુનિરાજને વંદના કરી અને ગુરૂ ભક્તિ દર્શાવી પદારૂપે બેઠા, એટલે તે પરોપકારી મુનિએ હૃદયને આ કરે તેવી ધર્મદેશના આપી. દેશના સાંભળી સર્વ લેકે પ્રસન્ન થઇ ગયા. પછી એક શ્રાવકે ઉભા થઈ વિનયથી પુછ્યું, “મહુા રાજ, આજકાલ ઘણા મુનિએ શિષ્ય પરિવાર સાથે વિચરે છે, અને આપ એકાકી કેમ વિચરે છે? આપના જેવા વિદ્વાન મુનિને કાઇપ છે પણ શિષ્ય નથી, તેનું શું કારણ છે? આપની દેશના એટલી બધી અસરકારક છે કે, આપને સેંકડો શિષ્ય થવા જોઇએ. તે છતાં હજુ આપને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com