________________
ઉપર
જૈન શશિકાન્ત. અહિંસા ધર્મના નિયમ પ્રમાણે તેને છેદવી ન જોઈએ.” મુનિ ઉમંગથી બેલ્યા–“દ્વિજવરે, અમે જૈનમુનિઓને તે એ લતા અવશ્ય છેવાની છે, અને તેનું છેદન કરવાથી અને પુણ્યના બંધ થાય છે, એટલુંજ નહિં પણ અમારે ચારિત્રધર્મ પ્રકાશી નીકળે છે.” મુનિનાં આવાં વચન સાંભળી ત્યાં રહેલા શ્રાવકે ચકિત થઈ ગયા, અને તેઓ ખિન્નવદને બેલ્યા- “મહારાજ, આપની આ વાર્તા આહંતધર્મની હીલના કરાવનારી છે. ગમે તેવી વિષલતા હોય, પણ આપણ જૈનેને છેદવા
ગ્ય નથી. વળી આપ કહે છે કે, અમારે તે દાતરડેથી છેદવી જોઈએ. તે શું આપની પાસે દાતરડાનું ઉપકરણ છે? સાધુના ઉપકરણોમાં દાતરડાનું ઉપકરણ કયાં છે? આ વખતે એક બ્રાહ્મણ બોલી ઉઠે, “શેઠીયા, જુવે, તમારા સાધુઓ કેવા છે? તેઓ દાતરડા રાખી લીલીલતાને છેદે છે, અને કોને કહે છે કે, “અમે અહિંસા ધર્મના ઉપાસક સાધુઓ છીએ.” અમારા સંન્યાસીઓ આવા હોતા નથી. તેઓ માત્ર દંડ, કમંડલ રાખી પિતાની પવિત્રતા દર્શાવે છે.”
આવાં તેઓના વચન સાંભળી મુનિ આનંદવિજય હસી પડ્યા, અને તેમની અજ્ઞાનતા જોઈ હૃદયમાં અપશેષ કરવા લાગ્યા. પછી તે દયાળુ મુનિએ વિચાર્યું કે, “હવે ખરેખરે લતા અને દાતરડાને અર્થ પ્રગટ કરવાની જરૂર છે. જ્યાં સુધી તે પ્રગટ કરવામાં નહીં આવે, ત્યાંસુધી આ બીચારા પામર શ્રાવકે પિતાના ધર્મની હીલણ ગણુ શેકાતુર રહેશે.” આવું વિચારી એ મહાનુભાવ મુખમુદ્રા પ્રસન્ન કરીને બેલ્યા “ભાઈઓ, મેં જે લતા અને દાતરડાની વાત કરી છે તે આલંકારિક છે. તેને ભાવાર્થ ઘણે સમજવા જેવું છે. જૈનમુનિએ કદિપણુ લતાને છેદ કરતા નથી. આ જગત્માં સ્પૃહા એ વિષમય લતા છે. એ લતાને છેદન કરવી એ અમારા મુનિઓને ધર્મ છે. જૈનમુનિએ આ જગતુ ઉપર રહેલ સ્પૃહારૂપ લતાને છેદેવી જોઈએ. એ તને છેદવાનું દાતરડું જ્ઞાન સમજવું. જ્ઞાનરૂપી દાતરડાથી સ્પૃહા ઉપી લતાને છેદન કરનારા જૈનમુનિઓ પિતાના મડાવ્રતમાં વિજય મેળવે છે. પ્રાચીન જૈનમુનિઓ એ પૃહારૂપી વિષલતાને જ્ઞાનરૂપી દાતરડાથી છેદી કેવળજ્ઞાની થઈ મોક્ષે ગયેલા છે. તેને માટે અમારા પૂજ્યપાદ શ્રીયવિજય ઉપાધ્યાય તેવાજ અને બેધ કરનારું નીચેનું પર્વ લખે છે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com