________________
નિઃસ્પૃહતા.
विदंति ज्ञानदात्रेण स्पृहा विषयातां बुधाः । मुखशोषं च मूर्ती च दैन्यं यच्छति यत्फलम् ॥ १ ॥ સ્પૃહારૂપી વિષલતા મુખશોષ, મૂર્છા અને દીનતારૂપ ફળ આપે છે, તે પૃહારૂપ વિષલતાને ડાહ્યા માણસે પોતાના જ્ઞાનરૂપ દાતરડાવડે છેદે છે.”
<<
૫૩
આ ઉપરથી તમારે સમજવાનું કે, આત્માથી મુનિઓએ જ્ઞાન સ'પાદન કરી તેવડે ધૃદ્ધાના ત્યાગ કરવા જોઇએ. એ ગૃહાને લઈને માણસને સુખશેાષ, મૂર્છા અને દીનતા પ્રાપ્ત થાય છે. આવા કટુ કુળને આપનારી સ્પૃહારૂપી લતાને જ્ઞાનરૂપ દાતરડાથી છેદી નાખવી
જોઇએ.
હે ભદ્રજને, આવા ગંભીર અને ઉદ્દેશીને મે’ તમને લતાને છેઢવાની અને દાતરડું' રાખવાની વાત જણાવી. પ્રત્યક્ષ સત્ય લતાના છેદ અને સત્ય દાતરડાનું ગ્રહણુ, અહિંસા ધર્મના ઉપાસક જૈનમુનિએ દિપણું આચરે નિહ.
મુનિવર આનંદવિજયના મુખકમળમાંથી નીકળેલાં આ વચને સાંભળી બધા બ્રાહ્મણેા અને શ્રાવકે ચકિત થઇ ગયા, અનેતેમના હૃદયનાં દ્વાર એકદમ ઉઘડી ગયાં, તરત બધાએ એ મહાત્મા મુનિના ચરણકમળમાં વંદના કરી. મિથ્યાત્વથી મલિન હૃદયવાળા કેટલાએક ખાણા પણ જૈનમુનિના શિષ્યા થવાને તૈયાર થયા, તે માંડે કેટલાએક શિષ્યા પણ થયા હતા. પછી તેમણે મુમિન આનંદવિજયની આ નંદપૂર્વક ભક્તિ કરી હતી. તે મહાનુભાવને કેટલાએક દિવસ રાખી તેમના મુખના ઉપદેશ ગ્રહણ કર્યાં હતા. પછી નિઃસ્પૃહતાના પવિત્ર ગુણને ધારણ કરનારા એ મહામુનિ ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા હતા.
ગુરૂ કહે છે—હે શિષ્યા, આ દૃષ્ટાંત ઉપરથી તમારા જાણવામાં આવ્યું હશેકે, નિઃસ્પૃહતા રાખવી, એ મહાન દિવ્ય ગુણ છે. જ્યાંસુધી એ હૃદયમાં કોઇ જાતની સ્પૃહા રહે છે, ત્યાંસુધી માણુસ પોતાના આતુર હૃદયને સંતેષ આપી શકતા નથી. તેથીજ મહાનુભાવ યશાવિજયજી ઉપાધ્યાયે સ્પૃહાને વિષલતાની ઉપમા આપી છે. એ વિષલતાનુ સેવન કરવાથી મુખશેાષ, મૂર્છા અને દીનતારૂપ ઝેરી ફળ પ્રાપ્ત થાય છે. માટે તે વિષલતાનું છેદન કરવાને પૂર્ણ જ્ઞાનની જરૂર છે. જ્ઞાનના પ્રભાવથી સ્પૃહા દૂર થઇ જાય છે. માટે જ્ઞાનને દાતરડાની ઉપમા આપેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com