________________
જૈન શશિકાન્ત. ણને પુછયું, હે વિપ્ર, તમે બીજાને અડકવામાં અપવિત્રતા માને છે, પણ તમે પોતે જ અપવિત્ર છે. જુઓ, આ તમારું વમન કેવું અપવિત્ર છે? આ અશુચિવમન તમારા સ્નાન કરેલા શરીરમાંથી નીકળ્યું છે. જેમાં આવું અશુચિ ભરેલું હોય, તે શરીર સ્નાન કરવાથી પવિત્ર શી રીતે થાય? શોધકચંદ્રના આ વચન સાંભળી તે બ્રાહ્મણ વિચારમાં પડે, તથાપિ પિતાના હૃદયમાં રહેલે દુરાગ્રડ કદિ પણ છોડશે નહિ. આ ઉપરથી શોધચંદ્ર નિશ્ચય કર્યો કે, “આ જગતમાં પવિત્રતા સારી છે.” એમ જે કહે છે, તે ખોટું છે. કારણ કે, પવિત્રતામાં દુગંછ રહેલ છે.
એક વખતે ધકચંદ્ર કે ગૃહસ્થને ઘેર જઈ ચડે. તે ગ્રહસ્થ અને શેકચંદ્રને સારો સંબંધ થઈ ગયું હતું. શેકચંદ્ર હમેશાં તેને મળવાને જતું હતું. તે શોધકચંદને પોતાનો વિશ્વાસુ મિત્ર જાણી ગૃડાવ્યવહારની બધી વાત કહેતે હતો. તે ગૃહસ્થ શોધચંદ્રને કહ્યું કે, મિત્ર, કઈ સારા કર્મવેગથી મારે હમેશાં લાભ જ થયા કરે છે. લાભ મેળવએતે હું એક રમત ગણું છું. આ જગત્ માં લાભના જેવું કાંઈ સારું નથી. તે સાંભળી શેાધક વિચાર કર્યો કે, આ ગૃહસ્થ કહે છે, તે યથાર્થ હશે. કારણ કે, તેને ક્ષણે ક્ષણે લાભ થાય છે. તે વિચાર કર્યા વગર કોઈ પણ વેપાર કરે છે, તે પણ તેમાં તેને લાભ મળે છે.
એક વખતે તે વેપારી ગૃહસ્થ હૃદયમાં ગર્વ લાવી પિતાની પાસે જેટલું દ્રવ્ય હતું, તે બધા દ્રવ્યથી તેલ ખરીદ કર્યું. અને તે તેલના મેટા પાત્રોથી એક વહાણ ભર્યું, અને તે વહાણ પુષ્કરદ્વીપ તરફ હંકાર્યું. કારણ કે, તેણે કઈ વેપારી પાસેથી એવા ખબર સાંભળ્યા હતા કે, પુષ્કરદ્વીપમાં તેલના ભાવ ઉંચા છે. સાહસી એવા તે વેપારીનું વહાણ સમુદ્રમાં આગળ ચાલ્યું. તે કેટલાક દિવસે પુષ્કરદ્વીપના બારામાં આવ્યું. તેવામાં પુષ્કરદ્વીપની અંદર બીજા દેશમાંથી હજાર તેલનાં વડા આવ્યાં હતાં, તેથી તેલના ભાવ તદ્દન ઉતરી ગયા. અને તે આવેલું વહાણ નકામું થઈ પડ્યું. તે વેપારીને તેલમાં મેટી નુકશાની થઈ. તે નુકશાનીથી તેની શ્રીમંતાઈ તથા શેડનાશ પામી ગઈ. તેનું દ્રવ્ય પાયમાલ થઈ ગયું. એ ખબર ગુર્જરપુરમાં આવ્યા. તે સાં ભળી તે વેપારીએ રૂદન કરવા માંડ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com