________________
૧૧૮
જૈન શશિકાન્ત. આ પ્રમાણે જ્ઞાનીનાં વચન સાંભળી તે સેવકે મનમાં ગ્લાનિ પામી ગયા, અને પછી વિલખા થઈ કાંઈપણ બે લ્યા વગર પોતાના શેઠીઆને ઘેર ચાલ્યા ગયા. તેમણે તે બધી વાત પિતાના શેડીઆએને કહી સંભળાવી. જે સાંભળી તે ધનમત્ત શેઠીઆઓના મનમાં ઘણો ભ થયે, અને તે ગરીબ શ્રાવક જયચંદ્ર ઉપર તેમને શ્રેષ ઉ
ત્પન્ન થયે.
બીજે દિવસે પ્રાતઃકાળે વ્યાખ્યાને વખતે બધા ગૃહસ્થ શેઠીઆએ મુનિની પાસે ઉપાશ્રયમાં આવ્યા. મુનિએ પિતાના કર્તવ્યના નિ યમ પ્રમાણે વ્યાખ્યાન સંભળાવ્યું. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી એક વાચાળ ધનાઢ્ય શ્રાવક પહેલા દિવસની વાત હૃદયમાં યાદ કરીને બે
ત્યા–“મમ્હારાજ, ગઈ કાલે આપે આહારપાણ કર્યું નહીં, તેથી અમારા મનમાં લેભ થયે છે. તે સાથે આપની સેવાને માટે રાખેલા સેવકને આપે રજા આપી, અને પેલા ગરીબ જયચંદ્રના વખાણ કર્યા–એ પણ અમારા મનને અરૂચિકર લાગ્યું છે. આપ આ ગામમાં પ્રથમ આવ્યા છે, તેથી આપને હજુ અમારા વૈભવની અને અમારી ભક્તિની ખબર નથી. આપની ઈચ્છા પ્રમાણે અમે દ્રવ્ય વાપરવાને તૈયાર છીએ. જે આપની ઈચ્છા હોય, તે સમવસરણની, સમેતશિખરની, ગીરનરની કે પાવાગઢની રચના કરીએ. કહો તો અડ્રાઇ ઉત્સવ કરીએ. કહે તે મેટા આડંબરથી દીક્ષાઉત્સવ કરીએ અથવા મોટા વરડાં ચડાવીએ. જે આપની મરજી હોય, તે ઉંચા પગારદાર શાસ્ત્રીઓ રાખીએ, લેખનકળામાં કુશળ એવા લહી લાવીએ, અને આ પને જે ઉંચામાં ઉંચા પદાર્થો જોઈએ, તે લાવી આપીએ. મમ્હારાજ, અહીંના બધા શ્રાવક ઘણું ધનાઢ્ય છે. લક્ષ્મીના ભારે વૈભવથી પૂર્ણ છે. અમારા જેવી બીજા કોઈનામાં પૂર્ણતા છેજ નહિ. અમારે કઈ જતની ન્યૂનતા નથી. આ જ્યચંદ્ર શ્રાવક જે જ્ઞાનની વાતમાં ચાવળે છે, તે અમારામાં ઘણોજ ગરીબ છે. અમારી આખી જેનકોમમાં તેના જે કોઈ ગરીબ શ્રાવક નથી. તમે તેવા ગરીબ શ્રાવકને વધારે પ્રસંગે રાખો છે, પણ તેનાથી તમારું કાર્ય સિદ્ધ નહીં થાય. કારણકે તે કાંઈ લક્ષ્મીથી પૂર્ણ નથી.
તે ધનાઢ્ય શ્રાવકનાં આવાં મદ ભરેલાં વચનો સાંભળી જ્ઞાની મહાત્મા વિચારમાં પડ્યા. અને તે વિચારથી તેમને હસવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com