________________
જ્ઞાની હંસ.
અન્યબુદ્ધિ એટલે આત્માથી જુદા પદાર્થોની બુદ્ધિને અંધ કરે છે, કહેવાનો મતલબ એવી છે કે, સ્વભાવના સંસ્કારને હેતુ જ્ઞાન છે. અનંત જ્ઞાનદર્શન આનંદમય આત્મસ્વરૂપની પ્રાપ્તિ તે સ્વભાવ કહેવાય છે. કારણકે, જ્યારે આતમ પિતાના અનંત જ્ઞાનદર્શન આનંદમય સ્વરૂપને પ્રાપ્ત થયેલ હોય, ત્યારે તે આત્મા સ્વભાવને પ્રાપ્ત થયેલો ગણાય છે. એટલે જ્યારે આત્મા આવરણ રહિત હોય, ત્યારે તેના સ્વરૂપને પ્રગટ ભાવ થાય છે. પૂર્વના મરણની ધારણા તે સંસ્કાર કહેવાય છે. તે સંસ્કારને ક્ષમા વગેરે સાધનને જે સંસર્ગ તેનું કારણ જ્ઞાન છે. અર્થાત્ આત્માને હિતકારી જે બોધ તે જ્ઞાન કહેવાય છે. આથી ઉલટું તે અજ્ઞાન કહેવાય છે. જ્ઞાનને અર્થ જાણવું થાય છે. તે જાણવું દરેક વિષયમાં હોઈ શકે છે, તે ઉપરથી દરેક જાતનું જાણવું, તે જ્ઞાન કહેવાતું નથી. જે આત્માને હિતકારી બેધહેય, તેનું નામ જ જ્ઞાન છે. જે જ્ઞાન સ્વરૂપના લાભનું અકારણભૂત છે, તેવું જ્ઞાન બુદ્ધિને અંધકાર કરનારું છે. તે કેવળ શબ્દરૂપ હેઈ નિષ્ફળ છે.
શિષ્ય-હે ગુરૂ મહારાજ, તમે જે જ્ઞાનનું સ્વરૂપ કહ્યું, તે મારા સમજવામાં આવ્યું છે, તથાપિ મને એક શંકા રહે છે કે, જ્ઞાનને અર્થ બંધ થાય છે, તે જે જે વસ્તુને બંધ થાય, તે જ્ઞાન કહેવાય કે નહિ.?
ગુરૂ–હે શિષ્ય, દરેક વસ્તુને બોધ થાય, તે કંઈ જ્ઞાન કહેવાતું નથી. કવિ શબ્દનો અર્થ જળ એટલું જાણવાથી તે જ્ઞાન થયેલુંન કહેવાય, એ શબ્દ જ્ઞાન કહેવાય છે. એવા શબ્દના જ્ઞાનવાળા પુરૂષ ખરેખરા જ્ઞાની કહેવાતા નથી, તેઓ તો માત્ર વ્યવહારિક શબ્દના જાણનારા કહેવાય છે. જેનાથી સ્વરૂપને લાભ થાય, તે આત્માને હિતકારી છે તે જ્ઞાન કહેવાય છે. જેઓને વસ્તુ–પદાર્થનું જ્ઞાન હોય, તેવા તે ઘણું વિચક્ષણ લેકે આ જગતમાં રહેલા છે, તે બધા શબ્દજ્ઞાની કહેવાય અથવા પદાર્થજ્ઞાની કહેવાય, પણ તે ખરેખર જ્ઞાની કહેવાતા નથી.
હે શિષ્ય, તે વિષે મહાનુભાવ શ્રીયવિજયજી મહારાજ પિતાના જ્ઞાનાષ્ટકમાં નીચેને લેક લખે છે.
" वादांश्च प्रतिवादांश्च वदंतोऽनिश्चितांस्तथा तत्त्वांतं नैव गच्छति तिलपीलकवद्गतो" ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com