________________
૨૨
જૈન શશિકાન્ત. રતી બેલી–“બેટા, શામાટે રૂદન કરે છે? તારા ભાગ્યમાં જોઈએ તેવું સુખ નથી, કારણકે, તું વૃદ્ધ માતપિતાને ઘેર જન્મે છે. તારા પૂર્વ કર્મોએ તને અધમ સ્થિતિમાં મૂકે છે.” આટલું કહી તેણીએ લલિતને બેલાવા માંડ્યું, ત્યારે લલિત જરા આનંદમાં આવી હસવા લાગ્યું. તેને આનંદમાં આવેલ જેઈ સુમતિ બોલી--“અરે મૂર્ખ, તું શું જોઈને હસે છે ? ભવિષ્યમાં તે વધારે દુઃખી થવાને છું. તું વિલાસની અવસ્થામાં ચિંતાતુર રહેવાને છું. તાન અમે માતાપિતા વૃદ્ધ થયાં છીએ. થડા દિવસમાં અમરે સ્વર્ગવાસ થશે, પછી તારે શે આધાર ? તુ નિરાધાર કુટુંબ વગરને થઈ જઈશ. માતા, પિતા અને કુટુંબ વગરનાં સંતાને અતિશય દુઃખી થાય છે. તારી દયાજનક સ્થિતિ જોઈ અમને બહુ ચિંતા થાય છે. ” લલિત આ વખતે પિતાની માતાની સામે જોઈ રહ્યો. જાણે પિતે તે વાત સમજતે હોય, તેમ દેખાવા લાગે. ક્ષણવારે અલ્પ બુદ્ધિવાળી સુમતિના હૃદયમાં પાછો તે વિચાર ઉભરી આવ્યું. તેણીએ લલિતને કેડમાંથી નીચે ઉતા ચે, “સ્વામિનાથ, ચાલો આપણે આ ઘરને ત્યાગ કરીએ, નિર્ભગ્રી લલિતનું ગમે તે થાય, આપણે શા માટે તેની ચિંતા રાખવી જો. ઈએ? જે તેને સુખ ભેગવવું હેત, તે તે શા માટે આપણે વૃદ્ધને ઘેર જન્મ લે.” આટલું કહી સુમતિ સુભાનને હાથ ઝાલી ઘરની બહે૨ નીકળવા તૈયાર થઈ. સુભાનુ તેમ કરવાને આનાકાની કરવા લાગ્યા. તેને લલિતની ઉપર દયા ઉપજી. આ પ્રમાણે તે દંપતી રગઝગ કરતાં હતાં, તેવામાં એક મહાત્મા ભિક્ષા લેવાને અર્થે ત્યાં આવી ઉભા રહ્યા. મહાત્મા ખરેખરા જ્ઞાની હતા. તેની પવિત્ર મનવૃત્તિમાં વૈરા
ગ્ય ભાવના જાગ્રત હતી. તેણે આવી જોયું, ત્યાં આ બધે દેખાવ જેવામાં આવ્યા. સુભાનું અને સુમતિ ગૃહત્યાગ કરવાની વાત કરતાં હ તાં, અને નીચે રહેલે લલિત માતપિતાના ઉસંગમાં જવા મંદમંદ રૂદન કરતું હતું. સુભાન તેની તરફ દયાદષ્ટિથી હતા, ત્યારે સુમતિ તેની ઉપેક્ષા કરી તેનાથી વિમુખ થતી હતી. : આ દેખાવ જોઈ હૃદયમાં આશ્ચર્ય પામેલા તે મહાત્મા બે
લ્યા “ગૃહસ્થ દંપતી, આ શું કરે છે? પૃથ્વી પર રૂદન કરતા અને તમારી પાસે આવવાને વલખાં મારતા આ બાળકને તમે શા માટે તે. ડતા નથી? આ નિર્દોષ અને નિરપરાધી અર્જકને તેડે, અને તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com